ભાજપ, મોદી મુસ્લિમોને રિઝવવા તૈયાર કરશે વિઝન ડોક્યુમેન્ટ

bjp-logo
નવી દિલ્હી, 26 જૂન : લોકસભા ચૂટંણી 2014ની તૈયારીઓ માટે શરૂ થયેલી કામગીરી અંતર્ગત ભાજપ અને ભાજપની ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ નરેન્‍દ્ર મોદી એક વિશેષ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવાના છે. આ વિઝન ડોક્યુમેન્ટ મુસ્‍લિમો ભાજપ કે નરેન્દ્ર મોદી ખતરો નથી એ ભરોસો અપાવવા માટે તૈયાર કરવામાં આવશે.

ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવનાર લઘુમતી વિઝન ડોક્યુમેન્ટનું વિમોચન ઓગષ્‍ટના અંતિમ સપ્તાહમાં અથવા સપ્‍ટેમ્‍બરના પ્રારંભમાં પક્ષના વરિષ્‍ઠ નેતાઓના હસ્તે કરવામાં આવશે. આ ડોક્‍યુમેન્‍ટનું કેન્દ્ર બિંદુ 'આતંકવાદના નામ પર મુસ્‍લિમોને પીડા આપવાનુ બંધ કરો' છે. લઘુમતી વિઝન ડોક્‍યુમેન્‍ટ તૈયાર કરવા માટે પક્ષે પોતાના ઉપાધ્‍યક્ષ મુખ્‍તાર અબ્‍બાસ નકવીના વડપણમાં એક ટીમની રચના કરી છે.

આ ટીમમાં પક્ષના અનેક અન્‍ય પદાધિકારીઓ ઉપરાંત વિદ્વાનો અને લઘુમતી ધર્મગુરૂઓને પણ સામેલ કરવામા આવ્‍યા છે. સમિતિના વડા મુખ્‍તાર અબ્‍બાસ નકવીનું કહેવું છે કે વિરોધીઓએ ભાજપ અને તેના નેતાઓની છબી મુસ્‍લિમ વિરોધી બનાવી નાખી છે. આ સાચુ નથી. સત્ય બહાર લાવવા માટે વિઝન ડોકયુમેન્‍ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ડોક્‍યુમેન્‍ટનું રાજ્‍યવાર વિમોચન થશે અને તેમા પક્ષના વરીષ્‍ઠ નેતાઓ સામેલ થશે.

આ ડોક્‍યુમેન્‍ટમાં મુસ્‍લિમો માટે ભાજપે લીધેલા સામાજીક અને આર્થિક વિકાસના પગલાઓ દર્શાવવામાં આવશે. આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્‍યો લઘુમતીઓના વિકાસમાં કઈ રીતે કોંગ્રેસ કે મુસ્‍લિમોને ખોટી રીતે પંપાળતા રાજ્‍યથી આગળ છે તેની વિગત અપાશે. મુસ્‍લિમોના રાજનીતિક સશક્‍તિકરણ અને રાજનિતીક સુરક્ષાનુ વિઝન પણ ભાજપ બતાવશે.

ડોક્‍યુમેન્‍ટનું વિમોચન થયા બાદ ભાજપના કાર્યકરો મુસ્‍લિમ વિસ્‍તારમા જઈને નરેન્દ્ર મોદી પ્રત્‍યે વિશ્વાસ મત મેળવવાના પ્રયાસ કરશે. ગુજરાતની પંચાયત અને મ્‍યુ. ચૂંટણીઓમાં કેટલી મોટી સંખ્‍યામાં લઘુમતી લોકો સામેલ છે તેની વિગતો અપાશે. આ વિઝન ડોક્‍યુમેન્‍ટ થકી મોદી પ્રત્‍યે લઘુમતીઓમાં વિશ્વાસ ઉભો કરાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X