ભાજપા કરશે રાહુલ ગાંધી અને સિંધિયા પર માનહાનિનો દાવો
નવી દિલ્હી, 22 ઓક્ટોબર: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સામે મધ્યપ્રદેશ બીજેપી માનહાનિનો દાવો કરવા જઇ રહી છે. મધ્યપ્રદેશમાં રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મંચ પરથી આદિવાદી મહિલાને બળાત્કાર સંબંધી જે સવાલ પૂછ્યા, તેને બીજેપીએ આદિવાસીઓનું અપમાન ગણાવ્યું છે. બીજેપીએ જણાવ્યું છે કે તેઓ આ મુદ્દે કોર્ટમાં જશે.
બીજેપી નેતા પ્રભાત ઝાના જણાવ્યા અનુસાર રાહુલ શહડોલ જિલ્લામાં કોંગ્રેસની રેલીમાં આદિવાસી મહિલાઓને પૂછ્યું હતું કે શું સૂબામાં બીજેપી શાસનમાં તેમની સાથે બળાત્કાર થયો હતો? બીજેપી અનુસાર મહિલાઓને સાર્વજનિક રીતે આવો સવાલ કરવો ખૂબ જ અપમાનજનક બાબત છે.
પ્રભાત ઝાના અનુસાર રાહુલના વાંધાજનક નિવેદનને લઇને આજે ભોપાલની એક કોર્ટમાં તેમની સામે માનહાનિનો દાવો કરવામાં આવશે. બીજેપીએ રાહુલ પર અનુસૂચિત જાતિ-જન જાતિ અત્યાચાર નિવારણ અધિનિયમના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો.

જ્યોતિરાદિત્ય સિંધિયા વિરુદ્ધ પણ થશે ફરિયાદ
બીજેપીએ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના નર્મદા નદી પર આપવામાં આવેલા નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી છે. બીજેપી અનુસાર સિંધિયાની વિરુદ્ધ પણ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે. પ્રભાત ઝા અનુસાર સિંધિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં નર્મદા નદીની સાથે બળાત્કાર થઇ રહ્યો છે.












Click it and Unblock the Notifications
