For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: ટિકિટ નહીં મળવા પર ભાજપા સાંસદ ખુબ જ રડી

લોકસભા ચૂંટણી 2019 તારીખોની જાહેરાત સાથે જ રાજનૈતિક પાર્ટીઓ ઘ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 તારીખોની જાહેરાત સાથે જ રાજનૈતિક પાર્ટીઓ ઘ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કેટલીક સીટો પર ઉમેદવારોની ટિકિટ પણ કાપવામાં આવી છે. આ લિસ્ટમાં ભારતીય જનતા પાર્ટીના બારાબંકીથી સાંસદ પ્રિયંકા રાવતની ટિકિટ કાપવામાં આવી છે. ટિકિટ કપાવવાનું દુઃખ પ્રિયંકા રાવત પોતાના સમર્થકો સામે રોકી નહીં શક્યા અને રડવા લાગ્યા. આ દરમિયાન ગુસ્સે થયેલા સમર્થકોએ જોરદાર નારેબાજી કરી અને ચૂંટણીનો બહિષ્કાર કરી દેવાની ધમકી પણ આપી દીધી.

lok sabha elections 2019

બારાબંકી સીટ એક સુરક્ષિત સીટ છે વર્ષ 2014 દરમિયાન પ્રિયંકા રાવતે અહીં જીત નોંધાવી હતી. પરંતુ આ વખતે ભાજપા નેતૃત્વએ હાલના સાંસદ પ્રિયંકા રાવતની ટિકિટ કાપીને બારાબંકી સીટ જેદપુર વિધાનસભા સીટથી વિધાયક ઉપેન્દ્ર રાવતને ઉતાર્યા છે. તેનાથી દુઃખી પ્રિયંકા રાવત પોતાના કાર્યકર્તાઓને મળવા માટે આવ્યા હતા. પરંતુ પોતાનો પક્ષ સામે રાખતા પહેલા જ તેમની આખો નરમ પડી. ટિકિટ નહીં મળવાથી ભાવુક થયેલા પ્રિયંકા રાવતે કહ્યું કે પાર્ટીએ તેમની 5 વર્ષની મહેનત પર ધ્યાન નહીં આપ્યું.

lok sabha elections 2019

પ્રિયંકા રાવતે કહ્યું કે તેમને પોતાના 5 વર્ષના કાર્યકાળમાં દિવસ રાત મહેનત કરી છે. તેમ છતાં તેમને ટિકિટ નહીં મળી. પ્રિયંકા રાવત અનુસાર પાર્ટી ઘ્વારા તેમને સતત આશ્વાશન આપવામાં આવી રહ્યું હતું કે તેમને જ ટિકિટ મળશે. પરંતુ અંતિમ સમયે પાર્ટીએ તેમની ટિકિટ કાપીને બીજાને આપી દીધી.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા મોદીનું પહેલું ઈન્ટર્વ્યૂ, પુલવામા હુમલા બાદ પણ શૂટિંગના આરોપો પર જવાબ આપ્યો

English summary
BJP MP Priyanka Singh Rawat cried after cutting the ticket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X