For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી મુદ્દે ભાજપ અડગ, અડવાણી આપશે રાજીનામું?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બરઃ નરેન્દ્ર મોદીના નામ પર ભાજપના વરિષ્ઠ નેતાઓ એલકે અડવાણી અને સુષમા સ્વરાજને અવગણીને પક્ષે એક સુરમાં નમો, નમો જપવાનો નિર્ણય કર્યો છે. ભાજપ પોતાનું ટ્રમ્પ કાર્ડ ખોલવા જઇ રહ્યું છે. પક્ષે લોકસભા ચૂંટણી 2014 માટે પોતના પીએમ પદના ઉમેદવારના નામની જાહેરાત કરવાની સૂંપર્ણ તૈયારી કરી લીધી છે. મોદી માટે મંચ સજાવી દેવામાં આવ્યું છે. વિરોધોની વચ્ચે મોદીનું નામનું બ્યુગલ બસ ફુંકવાની વાર છે. આજે સાંજે 5 વાગ્યે સંસદીય બોર્ડની બેઠકમાં મોદીના નામની ઔપચારિક જાહેરાત નક્કી છે, પરંતુ આ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણીનું શું? મોદીના વિરોધમાં ઉભા રહેલા અડવાણી અને સુષમા સ્વરાજે સ્પષ્ટ કર્યુ છે કે, તેઓ પક્ષની સંસદીય બોર્ડની બેઠકમાં પોતાની વાત રજૂ કરશે. પછી પક્ષ તેને માને કે ના માને.

ભાજપ જાણે છે કે તેમની ડૂબતી નાવડીને કોણ પાર લગાવી શકે છે અને એ મોદી છે. તેવામાં પક્ષ કેટલાક નેતાઓને નજરઅંદાજ કરીને મોદીની તાજપોશી કરી તેમને પોતાના તારણહાર બનાવી રહ્યાં છે. ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે સંસદીય બોર્ડના સભ્યોના તમામ કાર્યક્રમને રદ કરીને દિલ્હી પહોંચવાના આદેશ આપવામાં આવ્યા છે.

ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણી મોદીની ઉમેદવારીના વિરોધમાં છે અને માનવામાં આવી રહ્યું છે કે, સંસદીય બોર્ડની બેઠકમાં સામેલ નહીં થાય. આ પહેલા પણ ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં અડવાણી સામેલ થયા નહોતા અને તેમની અનઉપસ્થિતિમાં મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેવામાં ફરીથી એકવાર એ સંભાવનાઓ ઉભી થઇ છે કે, શું આ વખતે પણ તેમની અનદેખી કરવામાં આવતા તેઓ રાજીનામું આપી દેશે?

lkadvanicry
જો પહેલાંની જેમ આ વખતે પણ અડવાણીનું વલણ આવું રહ્યું તો માનવામાં આવે છે કે, મોદીની તાજપોશી પાદ અડવાણી પક્ષના તમામ પદો પરથી રાજીનામું આપી દેશે, જો કે, અડવાણીને મનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. પક્ષ સંસદીય બોર્ડના સભ્ય નિતિન ગડકરી અને રામલાલે ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી છે. ગત રાત્રે નિતિન ગડકરીએ અજવાણી સાથે મુલાકાત કરી હતી. પક્ષ અધ્યક્ષ રાજનાથ સિંહએ પણ અનેકવાર તેમને મનાવવાના પ્રયત્નો કર્યા છે. પક્ષની અંદર પણ તેમને મોદીના પક્ષમાં કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

મોદી વિરોધી ટૂકડીની ત્રણ શરતો

મોદી પક્ષના પીએમ પદના ઉમેદવાર બનતાની સાથે જ મુખ્યમંત્રી પદ છોડે
મોદીની તાજપોશી બાદ ચૂંટણી પ્રચાર સમિતિના પદ પરથી રાજીનામું આપે
અડવાણીની શરતો પર વિચાર કરે

English summary
Veteran BJP leader LK Advani seems to have been cornered completely as most of its leaders reportedly were ready to back Narendra Modi as BJP's PM candidate for upcoming Lok Sabha election2014. Is Advani resign again from party?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X