• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાજપની બેઠકઃ મોદીને સ્ટેન્ડઅપ ઓવેશન, કેન્દ્ર સરકાર પર પ્રહાર

By Super
|
cm-modi-rajnath
નવી દિલ્હી, 2 માર્ચઃ નવી દિલ્હી ખાતે ભાજપની કાર્યકારિણીની બેઠક ચાલી રહી છે. બેઠક દરમિયાન 2014માં આવનારી લોકસભાની ચૂંટણીને લઇને મહામંથન કરવામાં આવી રહ્યું છે અને બેઠકમાં આવેલા દિગ્ગજ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા નરેન્દ્ર મોદીને દેશની જરૂરત અને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે ગણાવવામાં આવતા એવા અનુમાનો લગાવવામાં આવી રહ્યાં છે કે, આજની બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીના નામ પર ભાજપ દ્વારા અંતિમ મહોર લગાવવામાં આવી શકે છે. આ તકે રાજનાથ સિંહે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા તો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું હતું અને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.

અપડેટ 12.45 pm

આતંકવાદ સામે લડવામાં સરકારમાં ઇચ્છાશક્તિનો અભાવ

રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાન ભારત સામેનું યુદ્ધ આતંકવાદ થકી કરી રહ્યું છે, આજે દેશ માટે આતંકવાદ એક મુદ્દો બની ગયો છે, પરંતુ સરકાર પાસે આતંકવાદ સામે લડવા અને તેનો સફાયો બોલાવવા માટેની ઇચ્છાશક્તિનો અભાવ છે. જે સમયે અમેરિકા પર આતંકવાદી હમલો થયો તયારે અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે વી સર્ચ યુ વી ફિનિશ યું, ઇઝરાયલ પર હુમલો થાય છે અમે તમને મારી નાખશુ ખતમ કરી નાખીશું, પરંતુ જ્યારે આપણા પર હુમલો થાય છે ત્યારે આપણે કહીએ છીએ કે અમે ક્રિકેટ નહીં રમીએ, આ હુમલો કર્યો એ કર્યો પરતું જો ફરીથી આવો હુમલો થશે તો અમે તેને સહન નહીં કરીએ, પરંતુ હુમલા સતત થઇ રહ્યાં છે.

ચીને ડેમ બનાવી નાંખ્યો પરંતુ સરકાર ચૂપ છે

પાંચ વર્ષ પહેલા મને જાણકારી મળી હતી કે આ બ્રહ્મપુત્ર નદી પર ચીન દ્વારા ડેમ બનાવવામાં આવ્યો છે, મે પ્રધાનમંત્રીને પત્ર લીખને જાણ કી હતી કે નદી પર ડેમ ના બનાવવા દો, પરંતુ તેમણે મને કહ્યું કે, રાજનાથજી આ સમાચારો ખોટા છે, એવું કંઇ થઇ રહ્યું નથી, પરંતુ સરકારે હવે સ્વિકાર કર્યો છે કે, ત્યાં ડેમ બનાવવામાં આવી રહ્યો હોવાની કામગીરી થઇ રહી છે અને ચીન ડેમ દ્વારા ડેમ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેનાથી ભારતને કોઇ ખતરો નથી, સરકાર એ જાણતી નથી કે તેનાથી નોર્થ ઇસ્ટ આપણું સુકાઇ જશે, તબાહ થઇ જશે. જ્યારે કોઇ પણ ત્રણ દેશોમાંથી કોઇ નદી પસાર થાય છે અને તેના પર ડેમ બાંધવા જેવી કોઇ કામગીરી કરવાના હોય છે ત્યારે ત્રણેય દેશો અથવા બે દેશો વચ્ચે સહમતિ થવી જરૂરી છે અને આ સહમતિ થાય ત્યાર બાદ જ કોઇ દેશ ડેમનું કામ કરી શકે છે, પરંતુ ચીને આવું કંઇપણ કર્યા વગર ડેમ બનાવી દીધો. હવે સમય આવી ગયો છે કે ભારતે પોતાની કૂટનીતિની કુશળતાનો પરચો આપવો જોઇએ અને ત્રીપક્ષીય વોટર નીતિ માટે બાંગ્લાદેશ અને ચીને રાજી કરવા જોઇએ.

તામિળો શ્રીલંકામાં સંકટમાં પણ સરકારે કંઇ કર્યું નહી

શ્રીલંકા સાથેના સંબંધોની વાત કરતા તેમણે કહ્યું કે, શ્રીલંકા સાથેના સંબંધોને ઉંડા બનાવવા જોઇએ પરંતુ આજે સંબંધો સારા નથી તો તેના માટે આપણી સરાકર જવાબદાર છે, ભારતના માછીમારોને શ્રીલંકામાં હેરાના કરવામાં આવે છે તે બધાને ખબર છે પરંતુ સરકાર દ્વારા કંઇ કરાયું નથી, તામિળો સંકટમાં છે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ આવ્યા હતા, ત્યારે હું જાણવા માગું છું. કે તામિળોની સુરક્ષાને લઇને શું પગલા લેવાયા છે.

અપડેટ 12.30 pm

વાજપાયી-અડવાણીએ ભારતીય રાજકારણમાં પાર્ટીને ઉચ્ચું સ્થાન અપાવ્યું

અમારા બે નેતા વાજપાયી અને અડવાણીએ ભારતીય રાજકારણમાં પાર્ટીને ઉચ્ચું સ્થાન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આજે પણ તેમનું નેતૃત્વ સદૈવ પ્રાપ્ત થતું રહ્યું છે. આજે જ્યારે દેશ સંકટના તબક્કામાંથી પસાર થાય છે, ત્યારે આપણે ચિંતા કરવાની જરૂર નથી. દરેક મોર્ચે આ સરકાર નિષ્ફળ રહી છે. દરેક મોર્ચે, આર્થિક, કૂટનીતિક, દરેક મોર્ચે સરકાર નિષ્ફળ રહી છે, પરંતુ અડવાણી જેવા મહાન નેતાનું નેતૃત્વ અમારી પાસે હોય, તો અમે આ સરકાર સામે લડી લઇશું.

મોંઘવારી, ભ્રષ્ટાચાર ની વાત નહીં કરૂં. પણ સૌ પ્રથમ સુરક્ષાની ચર્ચા કરીશ. જો નાગરિકોને સલામતી ન મળે, તો તે વિકાસનો દાવો ન કરી શકે. હૈદરાબાદનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 2008માં પણ જે મુંબઈ હુમલો થયો, તે વખતે પણ આપણા વડાપ્રધાને જણાવ્યુ હતું કે ઝીરો ટૉલરંસની વાત કરી હતી. કહ્યુ હતું કે આતંકવાદને સહન નહીં કરીએ. છતાં પાકિસ્તાન સામે ઘુંટણીએ પડ્યાં. અહીં સુધી કહી નાંખ્યું કે આતંકવાદથી પીડિત માત્ર ભારત નહીં, પણ પાકિસ્તાન પણ છે. પાક સ્પૉન્સર્ડ આતંકવાદ નથી. આ જ સંદેશ આપવા માટે તેમણે કહ્યું કે કેવલ પાકિસ્તાન જ નહીં, પણ ભારત પણ આતંકવાદથી પીડાય છે. આતંકવાદનો સામનો કરવાનો દૃઢ સંકલ્પ યુપીએ સરકારમાં નથી. આમના નેતૃત્વમાં આતંકવાદના સંકટમાંથી આ દેશને છુટકારો નહીં મળે. પાકિસ્તાન સાથે દોસ્તી હોવી જઇએ, પણ સારા સંબંધો એકતરફા ન હોઈ શકે. અટલજીએ પણ હાથ લંબાવ્યો હતો અને આશા હતી કે પાક પણ હાથ લંબાવશે, પણ પાકિસ્તાન રિસ્પૉન્ડ કરવા તૈયાર નથી. કઈ રીતે આપણે આતકંવદાના સંકટ ઉપર વિજય મેળવી શકીએ. ત્યાંની સરકાર આતંકવાદના મુદ્દાને ગંભીરતા નથી લેતી, તો બીજી બાજુ ભારતના ગૃહ મંત્રી પણ ગેરજવાબદાર નિવેદનો કરે છે. સંઘ અને ભાજપના શિબિરોમાં આતંકવાદની તાલીમના આરોપો લગાવે છે, પણ સંસદમાં ભાજપના દબાણને વશ થઈ ગૃહ મંત્રીએ ખેદ વ્યક્ત કરવું પડ્યું.

પરંતુ ગૃહમંત્રીનું નિવેદન ષડ્યંત્રનો ભાગ હતો. વિકીલીક્સમાં એક વાત સામે આવી હતી કે જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે ભારતને સૌથી મોટો શેનો ખતરો છે, ત્યારે રાહુલે જણાવ્યુ હતું કે હિન્દૂ આતંકવાદથી. એટલે જ શિંદેનું નિવેદન રાહુલ પ્રેરિત હતું. ભારતીય સમાજને જાતિ-ધર્મને નામે વહેંચવામાં આવે છે. ભાજપની સ્થાપના વખતે અટલજીએ જણાવ્યુ હતું કે ભાજપની રાજકીય યાત્રા માત્ર સરકારો બનાવવા માટેની નથી, પણ દેશ બનાવવા માટેની રહેશે. કાર્યકરો ઉપર ભાજપ ચાલે છે.

બાંગ્લાદેશની ઘુસણખોરી દેશ માટે ખતરો

દેશમાં ગેરકાયદે ઘુસણખોરી, બંગલાદેશી ઘુસણખોરીઓની સમસ્યા વકરતી જાય છે. ભાજપે આ સમસ્યા વારંવાર ઉઠાવી છે. સંસદમાં અને બહાર પણ. પરંતુ સરકાર હાથ બાંધી રાખે છે. સરકાર કાર્યવાહી કરવાનું કહે છે, પણ કશું કરાતું નથી. 2001માં ડોઢ કરોડ બંગલાદેશી ઘુસણખોરો હતાં, તો આજે કેટલી સંખ્યા હશે તેનો અંદાજો લગાવી શકાય. પૂર્વોત્તર રાજ્યોમાં તો સ્થિતિ વકરતી જાય છે. ત્યાંના લોકો ચિંતાગ્રસ્ત છે. બંગલાદેશી ઘુસણખોરો દેશની આંતરિક સલામતી સામે મોટી સમસ્યા છે. તમામ ગેરકાયદે ઘુસણખોરોને રાશન કાર્ડ, મતદાર કાર્ડ ન બનાવવું જોઇએ અને તેમને પાછા બંગલાદેશ મોકલવાં જોઇએ. માણસ છીએ, માણસ પ્રત્યે સંવેદનશીલતા બરાબર છે, પરંતુ આપણે એક દેશ પણ છીએ. દરેક દેશની સરહદ છે. નક્સલવાદ પણ દેશને પરેશાન કરી રહ્યો છે. જ્યારે ચિદમ્બરમ ગૃહ મંત્રી હતાં, ત્યારે ચુટકી વગાડી નક્સલવાદી ભગાડી મૂકીશ અને તેમના પક્ષના લોકોએ વિરોધ કર્યો કે નક્સલવાદી વિરુદ્ધ કોઈ કઠોર કાર્યવાહી ન થવી જોઇએ. તેથી જ નક્સલવાદ સામે યુપીએ નબળી કાર્યવાહી કરે છે. જ્યારે પણ દેશમાં ભાજપના નેતૃત્વ વાળી સરકાર બનશે, ત્યારે નક્સલવાદમાંથી છુટકારો અપાવવા એક્શન પ્લાન બનાવવામાં આવશે.

અપડેટ 12.19 pm

હમારા નેતા કેસાઓ નરેન્દ્ર મોદી જેસા હો

એક તરફ રાજનાથ સિંહ મોદીનું અભિવાદન કરી રહ્યાં હતા, પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ સ્થળ પર ઉભા રહીને તાળી પાડવા માટે કહી રહ્યાં હતા તો બીજી તરફ પાર્ટીના નેતાઓના મોઢે માત્ર એક જ નારા લાગી રહ્યાં હતા, હમારા નેતા કેસા હો નરેન્દ્ર મોદી જેસા હો

અપડેટ 12.14 pm

મોદીનું માલ્યાર્પણ અભિવાદન કરાયું

બીજી વખત અધ્યક્ષની જવાબદારી તમે મને સોંપી છે. આપણી સામે ઘણા પડકારો છે. મારો વિશ્વાસ પાકો થઇ ગયો છે કે, વિજય પ્રાપ્ત કરીશ. તમે બઘાએ સારું સ્વાગત કર્યું છે કે, સ્વાગત અભિનંદન એકતરફી ના હોવો જોઇએ, તેથી હું તમામનું શીશ જુકાવીને અભિનંદન કરું છું. આપણે ઇચ્છતા હતા કે નીતિન ગડકરી જ બીજી વખત આપણા અધ્યક્ષ બને પરંતુ તેમના પર જેવા આરોપો લાગ્યા તેનાથી તેઓ દુઃખી થયા છે, અમે અનેક વખત તેમને મનાવ્યા પરંતુ તેમણે ફરીથી અધ્યક્ષ બનવાની ના પાડી અને બાદમાં આ જવાબદારી મે સ્વિકારી હતી.

તેમના પર જે આરોપો લગાવવામાં આવ્યા છે, તેની સામે લડવા માટે આખી પાર્ટી તેમની સાથે છે, કેવી રીતે તેમણ પાર્ટી સંગઠનને મજબૂતી આપી તે હું જાણું છે, કાલ્પનીક ક્ષમતાના આધારે પહેલીવાર પબ્લિક પોલીસી સહિતના અનેક કાર્ય એમણે કર્યા જે હું મારા કાર્યકાળ દરમિયાન નહતો કરી શક્યો.

જો હું કહું કે ગ્લોબલ યુથ ઓફ ઇન્ડિયા કોઇને કહેવામા આવા જોઇએ તે સ્વામી વિવેકાનંદ છે, ધર્મ સંસદમાં જઇને ભારતના યુવાનોને ગ્લોબલ યુથ માનસિકતા અપાવવા પ્રયત્નો કર્યા હતા. પ્રયાગ કુંભ અને વિવેકાનની યાત્રા આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય સ્વાભિમાનને જીવંત રાખવા આપણે શું કરવું જોઇએ, આ સાથે આપણને બે દુખઃદ ઘટના પણ મળી, કુંભમાં જે દુર્ધધટના થઇ તેનાથી અમે દુઃખી છીએ, સરકાર રેલવેમાં ભાવ વધારી દે છે પરંતુ આટલો મોટો સમારોહ હોય છે ત્યારે તે કોઇ આયોજન કરી શકી નહોતી. હૈદરાબાદમાં કેવી રીતે આંતકવાદીઓએ 16 લોકોની જાન લીધી આ બન્ને દુખઃદ ઘટના પેદા થઇ છે તેની સાથે એક સુખઃદ ઘટના પણ બની હતી.

ભારતીય રાજકીય ઇતિહાસમાં કોઇ પણ રાજ્યમાં કોઇ એક વ્યક્તિના નેતૃ્તવમાં કોઇએ સત્તા હાસલ કરી નથી, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સફળતા મળી છે. તેમણે હેટ્રિક બનાવવાનું કામ કર્યું છે, ખરેખર અમને સારી અનુભતી થઇ જ્યારે ગુજરાતના પરિણામ આવ્યા, અમે ક્યારેક ભાજપને કોઇ એક વ્યક્તિના નેતૃત્વમાં ત્રણ વખત સત્તા પર જોયું નથી. વિશ્વ ક્ષેત્રએ પણ તેમના વિકાસ, ગુડ ગવર્નન્સની પ્રશંસા થઇ રહી છે.

ગુજરાતની જનતા, અને કાર્યકર્તાને અભિનંદન પાછવું ઠું કે જેમણે મોદની ત્રીજી વખત મુખ્યમંત્રી બનાવ્યા. શબ્દોથી અભિનંદન આપવા ઉચિત નથી તેથી તમામ લોકો પોતાની જગા પર ઉભા થઇને તાલી પાડીને મોદીને અભિનંદન પાઠવે. અમે માત્ર હેટ્રિક બનાવનારનું સ્વાગત તાલી કે શબ્દો નહીં પરંતુ દેશના તમામ કાર્યકર્તાઓ તરફથી તેમનું માલ્યાર્પણ અભિવાદન કરવા માંગુ છું.

અપડેટ 12.00 pm

ગુજરાત, મધ્યપ્રદેશમાં ભાજપે કામ સારું કર્યુ

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ ઉપસ્થિત કાર્યકર્તાઓને જણાવ્યું હતું, કે આજે દેશ મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પરેશાન છે, ત્યારે કેન્દ્રમાં સત્તા પરિવર્તન લાવીને દેશની દીશા બદલવાની જરૂર છે. ભાજપે ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સારો વિકાસ કર્યો છે, પાર્ટી માટે પછાત વર્ગના મતદારોનું સમર્થન નહીં હોવાના કારણે ઘણું નુક્સાન જઇ રહ્યું હતું, પરંતુ ઉક્ત ત્રણેય રાજ્યોએ અત્યોંદય જેવી લાભકારી યોજના થકી પછાત વર્ગના લોકોને મદદરૂપ થઇ તેમનો વિશ્વાસ જીત્યો છે અને તેના કારણે આપણી પાર્ટી ઉક્ત રાજ્યોમાં એ લોકોનો વિશ્વાસ જીતવામાં અને સમર્થન મેળવવામાં સફળ નિવડી છે. જો કે, હજું પણ આપણે ઘણું કામ કરવાનું છે.

મોંઘવારી અંગે બોલતા તેમણે કહ્યું કે, દેશમાં મોંઘવારી સતત વધી રહી છે આજે દેશ મોંઘવારીગ્રસ્ત છે, આપણી પાર્ટીએ અનેક વિરોધ આંદોલન કર્યા, તેમ છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે. જેને લઇને અમે બાયોક્ષેત્રમાં સારુ કામ કર્યું છે. તમામ ક્ષેત્રમાં વિરોધ પક્ષ તરીકે દેશ જોગ સારૂં કરવાનો અમે દરેક લેવલે પ્રયાસ કર્યો છે. ભાજપના નવા કાર્યાલય અંગે વાત કરતા તેમણે કહ્યું કે, અમે એક નિર્ધાર કર્યો હતો કે પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવેલા દાનમાંથી પાર્ટી માટે કાર્યકર્તાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક ભવ્ય ભવનની રચના કરવામા આવશે, જેનું કામ રાજનાથ સિંહના નેતૃત્વ હેઠળ પૂર્ણ થશે તેવી મને આશા છે.

અપડેટ 11.16 AM

ભાજપની બેઠકની ઔપચારિક શરૂઆત થઇ ગઇ છે. આ બેઠકમાં ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણી, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ સહિતના અને નેતાઓ બેઠકમાં પહોંચી ગયા છે ,12 વાગ્યે ભાજપના અઘ્યક્ષ રાજનાથ સિંહ દ્વારા ભાષણ કરવામાં આવશે.

બેઠક શરૂ થઇ તે પૂર્વે શાહનવાજ હુસૈને જણાવ્યું હતું કે, દેશને ભાજપની જરૂર છે અને ચોક્કસ પણે આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવશે. બીજી તરફ સીપી ઠાકુરે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી શ્રેષ્ઠ શાસક છે. અભિનેતા વિનોદ ખન્ના પણ આ બેઠકમાં હાજરી આપવા દિલ્હી પહોંચ્યા છે. બેઠક શરૂ થતાં પૂર્વે તેઓ નરેન્દ્ર મોદીના નામને સમર્થન કરતા જોવા મળ્યા છે, તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી ચોક્કસપણે એક સારા નેતા છે, તેમણે ગુજરાતમાં જે વિકાસ કર્યો છે તે અદભૂત છે, જો કે, લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે તેમના નામનો ઉલ્લેખ કરવો કે અન્ય કોઇ દિગ્ગજ નેતાનો, તે પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવશે.

કાર્યકારિણીની બેઠકમાં મોદી છવાયા

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ભલે મિશન 2014ની રણનીતિ નક્કી કરવા માટે હોય, પરંતુ બેઠકમાં અને બેઠકની બહાર પાર્ટીમાં તમામ નેતા નમો નમો કરતા જોવા મળ્યા. આગામી લોકસભા ચૂંટણીમાં પોતાને વિકલ્પ તરીકે રજૂ કરવા માટે ભાજપનું મહામંથન મોદીની આસપાસ ફરતું જોવા મળ્યું. ભાજપના તમામ નેતા નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવજ બુલંદ કરતા જોવા મળ્યા, તો કેટલાક નેતા પોતાની બાજી ખુલ્લી કરવાથી બચતા રહ્યાં.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મોદીની હૈટ્રિક બાદ રાષ્ટ્રીય કાર્યકારિણીની આ પહેલી બેઠક છે. બેઠકમાં મોદીની ધમકનો અંદાજો તેના પરથી લગાવી શકાય છે કે ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે પોતાના ભાષણમાં ગુજરાતના વિકાસનો ખાસ કરીને ઉલ્લેખ કર્યો અને મોદીના ભરપેટ વખાણ કર્યા હતા.

મોદીની ચર્ચા થયા પછી અંદાજે એક મીનિટ સુધી કાર્યકારિણીની બેઠકમાં ઉપસ્થિત ચારસોથી વધારે નેતાઓએ ટેબલ થપથપાવીને તેનો સ્વાગત કર્યો, જોકે ભાજપની ચૂંટણી મિશનમાં મોદીની ભૂમિકાને લઇને સસ્પેન્સ બની રહ્યું છે.

English summary
In the national executive meeting today, the rising stock of Mr Modi was visible as party leaders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more