For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતો પર અત્યાચારમાં ભાજપે અંગ્રેજોને પણ પાછળ છોડ્યાઃ કેજરીવાલ

ખેડૂતો પર અત્યાચારમાં ભાજપે અંગ્રેજોને પણ પાછળ છોડ્યાઃ કેજરીવાલ

|
Google Oneindia Gujarati News

દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે. ખેડૂતો પર લાઠીઓ વરસાવી રહી છે, ભાજપે અંગ્રેજોને પાછળ છોડી દીધા છે. અંગ્રેજ સરકારે ખેડૂતો પર જેટલા અત્યાચાર નહોતા થયા, ભાજપ તેનાથી પણ વધુ અત્યાચાર કરી રહ છે. આમ આદમી પાર્ટી તરફથી ઉત્તર પ્રદેશના મેરઠમાં આયોજિત ખેડૂત મહાપંચાયતમાં કેજરીવાલે આ વાત કહી છે.

arvind kejariwal

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજ આપણા દેશના ખેડૂતો બહુ પીડામાં છે, 95 દિવસથી કડકડતી ઠંડીમાં ખેડૂત ભાઈ દિલ્હીની બોર્ડર પર બેઠા છે. 250થી વધુ શહીદ થઈ ચૂક્યા છે પરંતુ સરકારને કોઈ ફરક જ નથી પડતો. પાછલા 70 વર્ષમાં આ દેશના ખેડૂતોએ માત્ર દગો જ જોયો છે. ખેડૂતો 70 વર્ષથી પોતાની ઉપજનો યોગ્ય ભાવ માંગી રહ્યા છે. તમામના ચૂંટણી ઢંઢેરામાં લખેલું હશે કે અમે જીતશું તો ભાવ વધારશું. જો યોગ્ય ભાવ આપી દીધો હોત તો ખેડૂત આત્મહત્યા ના કરત.

કેજરીવાલે કહ્યું હતું કે અમે સ્વામીનાથન રિપોર્ટ લાગૂ કરશું. ખેડૂતોએ તેમને ખુબ વોટ આપ્યા. 3 વર્ષ બાદ ભાજપે સુપ્રીમ કોર્ટના એફિડેવિટમાં લખ્યું કે તેઓ MSP નહિ આપે. તેમણે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું છે. ભાજપ કહે છે કે એમએસપી નથી આપી શકાતી કેમ કે તેમાં 17 લાખ કરોડનો ખર્ચો આવશે. હું કહેવા માંગું છું કે ખેડૂતો તમારી પાસે મફતમાં એમએસપી નથી માંગી રહી, ખેડૂતો તમને પોતાની ઉપજ આપશે. સરકાર એ પાક વેચીને પૈસા તો કમાશે જ. કેન્દ્ર સરકાર ઈચ્છે તો 23ની 23 ફસલ એમએસપી પર ઉઠાવી શકે છે.

ISROએ એમેજોનિયા સહિત 18 સેટેલાઈટ સફળતાપૂર્વક લૉન્ચ કર્યાISROએ એમેજોનિયા સહિત 18 સેટેલાઈટ સફળતાપૂર્વક લૉન્ચ કર્યા

English summary
BJP outperforms British in atrocities on farmers: Kejriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X