For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની સંસદીય બોર્ડની બેઠક આજે, 75થી વધુ વયના નેતાઓની ટિકિટ પર આજે નિર્ણય

આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ સંસદીય બોર્ડની બેઠક શુક્રવારે યોજાવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ સંસદીય બોર્ડની બેઠક શુક્રવારે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ભાજપના મોટા નેતા આગામી લોકસભા ચૂંટણી માટે રણનીતિ પર ચર્ચા કરશે. ભાજપની આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પણ શામેલ થઈ શકે છે. આ બેઠક એવા સમયમાં બોલાવવામાં આવી છે જ્યારે સત્તાધારી પણ અને વિપક્ષ બાલાકોટમાં એર સ્ટ્રાઈક માટે સામસામે છે. બાલાકોટમાં એરફોર્સ દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદ દેશનું રાજકારણ ગરમાયેલુ છે.

amit shah-pm modi

કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ આ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા પર સવાલ ઉઠાવ્યા છે. અમુક નેતાઓએ એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવીને મોદી સરકાર પાસે પુરાવા માંગ્યા છે. વળી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પણ આતંકીઓ સંખ્યા માટે એક નિવેદન આપીને વિપક્ષના નિશાના પર આવી ગયા છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યુ કે અગ્રણી નેતાઓની હાજરીમાં થનારી આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને પાર્ટીના પ્રચાર અભિયાન પર વિસ્તૃત ચર્ચા થઈ શકે છે. આગામી ચૂંટણીમાં કયા મુદ્દાઓ લઈને જનતા વચ્ચે જવાનું છે, સંસદીય બોર્ડની બેઠકમાં આના પર વિચાર કરવામાં આવી શકે છે.

લોકસભા ચૂંટણીમાં કયા વરિષ્ઠ નેતાઓને ટિકિટ આપવામાં આવે અને કયા નેતાઓને નહિ આના પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે. પાર્ટીએ બધા વર્તમાન સાંસદો પાસેથી રિપોર્ટ કાર્ડ માંગ્યુ છે. આ રિપોર્ટ કાર્ડમાં સાંસદોએ પોતાના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન કરેલા કામોના લેખા જોખા આપવાના છે. સાંસદોએ એ જણાવવાનું છે કે તેમણે 5 વર્ષના કાર્યકાળ દરમિયાન પોત પોતાના વિસ્તારમાં કયા કયા વિકાસ કાર્યો કર્યા.

આ પણ વાંચોઃ VIDEO: નીરવ મોદીનો 100 કરોડનો બંગલો ડાયનામાઈટથી ઉડાવાયોઆ પણ વાંચોઃ VIDEO: નીરવ મોદીનો 100 કરોડનો બંગલો ડાયનામાઈટથી ઉડાવાયો

English summary
BJP parliamentary board meeting today to discuss strategy for Lok Sabha election 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X