For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુફ્તી મોહમ્મદ બનશે જમ્મુ-કાશ્મીરના નવા CM, 1 માર્ચે લેશે શપથ

|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 24 ફેબ્રુઆરી: જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવવાનો રસ્તો હવે સંપૂર્ણ રીતે સાફ થતો દેખાઇ રહ્યો છે. ભાજપ અને પીડીપીની વચ્ચે ગઠબંધનને લઇને દાળ ગળી ગઇ છે. બંને પાર્ટીઓની વચ્ચે તમામ મુદ્દાઓ પર પર સહમતિ બની ગઇ છે. બંનેની વચ્ચે બનેલી સહમતિ બાદ પીડીપી નેતા મુફ્તી મોહમ્મદ સઇદ જમ્મુ કાશ્મીરના નવા મુખ્યમંત્રી બનશે.

mufti
સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી જ્યા પીડીપીનો બનશે જ્યારે ડિપ્ટી સીએમનું પદ ભાજપની પાસે રહેશે. મુફ્તી 1 માર્ચના રોજ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી શકે છે. જમ્મુ-કાશ્મીર સરકારમાં પહેલા ફેઝમાં ભાજપ અને પીડીપી બંને પાર્ટીઓના છ-છ મંત્રીઓ કેબિનેટમાં સામેલ થશે. સરકારમાં ડિપ્ટી સીએમ ભાડપના નેતા ડો. નિર્મલ સિંહ રહેશે. અત્યાર સુધીની જાણકારી અનુસાર 1 માર્ચના રોજ મુફ્તી મોહમ્મદ સઇદની સાથે સાથે લગભગ 12 મંત્રીઓ શપથ લઇ શકે છે.

આમાં પીડીપીના અબ્દુલ રહેમાન, નઇમ અખ્તર, અતલફ બુખારી, ડો. હસીબ દ્રબુ, ઝુલ્ફીકાર ચોધરી અને અબ્દુલ હક છે તો જ્યારે ભાજપ તરફથી ડિપ્ટી સીએમ પદ પર ડો. નિર્મલ સિંહ, બલી ભગત, ચૌધરી લાલ સિંહ, શ્યામ ચૌધરી, અબ્દુલ ગની કોહલી, કવિંદ્ર ગુપ્તા અને સુનીલ શર્મા શપથ લઇ શકે છે. આપને જણાવી દઇએ કે જમ્મુ કાશ્મીરમાં ત્રિકોણીય નિર્ણય આવ્યા બાદ સૌથી મોટી પાર્ટી પીડીપી અને બીજા નંબરની પાર્ટી ભાજપની વચ્ચે સમજૂતી નહી થઇ શકવાના કારણે અત્રે રાજ્યપાલ શાસન લાદી દેવામાં આવ્યું હતું.

English summary
Peoples Democratic Party patron Mufti Mohammad Sayeed will be sworn in as the chief minister of Jammu and Kashmir on March 1.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X