Election Express: અફરોજ સાથે અઝહરની તસવીર, કોંગ્રેસને ભાજપનો જવાબ

Google Oneindia Gujarati News

દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ સર્જાઇ ગયો છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે રેલીઓ અને સભાઓ કરવામાં લાગી ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. જોકે આ પ્રસંગે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ ના લાગે તો જ નવાઇ. વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી તમામ રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશે.

આજે દેશના રાજકારણમાં કંઇ ઉથલપાથલ સર્જાઇ અને કઇ ઘટનાઓ ઘટી તે તમામ જાણકારીઓથી માહિતગાર થવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ...

અફરોજ સાથે અઝહરની તસવીર, કોંગ્રેસને ભાજપનો જવાબ

અફરોજ સાથે અઝહરની તસવીર, કોંગ્રેસને ભાજપનો જવાબ

કોંગ્રેસ દ્વારા એક સીડી જારી કરીને નરેન્દ્ર મોદીની તસવીરોમાં કથિત રીતે હવાલા આરોપી અફરોજ ફટ્ટાને સાથે દર્શાવવામાં આવ્યાના અમુક કલાકો પછી પલટવાર કરતા ભાજપે એ જ વ્યક્તિ સાથે કોંગ્રેસ સાંસદ મોહમ્મદ અઝહરુદ્દિનની તસવીરો જારી કરી છે. ભાજપના ધારાસભ્ય હર્ષ આર સાંઘવીએ ફટ્ટાની અઝહર સાથેની તસવીરો જારી કરી અને કોંગ્રેસને પ્રશ્નો કર્યા છે.

મોદી પીએમ બન્યા તો દેશને ગુજરાતની જેમ સળગાવશેઃ મમતા

મોદી પીએમ બન્યા તો દેશને ગુજરાતની જેમ સળગાવશેઃ મમતા

બાંગ્લાદેશીઓને બહાર ખેદડવાની ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ધમકીથી નારાજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક આપત્તિજનક નિવેદન કર્યુંછે. મમતાએ મોદી પર પ્રહાર કરતા કહ્યું છેકે, મોદી પીએમ બન્યા તો ગુજરાતની જેમ દેશને સળગાવશે. જો મોદી સત્તામાં આવ્યા તો દેશ બરબાદ થઇ જશે.

લાલુ પ્રસાદ યાદવનો નરેન્દ્ર મોદી પર પ્રહાર

લાલુ પ્રસાદ યાદવનો નરેન્દ્ર મોદી પર પ્રહાર

તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા ડેરેક ઓ બ્રાયન દ્વારા ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ગુજરાતના કસાઇ કહ્યાં બાદ હવે આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે ટ્વીટર પર મોદીને નિશાન બનાવ્યા છે. લાલુ યાદવે ટ્વીટ કર્યું છેકે, હું ધરતીપુત્ર છુ, મે માનું દૂધ પીધુ છે, ગાય અને ભેંસનું પણ. એ અમારી સામે શું લડશે, જેમને જોઇને કસાઇ પણ સરમાય છે.

કોમી એકતા દળના અંસારી કરી શકે છે કેજરીવાલને સમર્થન

કોમી એકતા દળના અંસારી કરી શકે છે કેજરીવાલને સમર્થન

16મી લોકસભાની હોટ સીટ ગણાતી વારાણસી માટે આજનો દિવસ ખાસ છે. આજે બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીની પાર્ટી કોમી એકતા દળ પોતાની આગળની રણનીતિનો ખુલાસો કરી શકે છે. જેમાં એ વાતની જાહેરાત કરવામાં આવશે કે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુદ્ધ કયા ઉમેદવારને સમર્થન આપવામાં આવે.

આપ કાર્યકર્તાઓ પર હુમલો, ભાજપ સમર્થકો પર આરોપ

આપ કાર્યકર્તાઓ પર હુમલો, ભાજપ સમર્થકો પર આરોપ

વારાણસીના અસ્સી વિસ્તારમાં પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મારપીટ કરવામાં આવી છે. આપ કાર્યકર્તાઓ પર હુમલાઓનો આરોપ ભાજપ સમર્થકો પર લગાવવામાં આવ્યોછે. વારાણસીમાં કાર્યકર્તાઓની મારપીટ બાદ આમ આદમી પાર્ટીના સમર્થકોએ ભેલૂપુર પોલીસ મથકનો ઘેરાવ કર્યો અને પોલીસ પર આરોપીઓને બચાવવાનો આક્ષેપ લગાવ્યો છે.

English summary
Hours after Congress released a CD purportedly showing Narendra Modi in pictures with hawala accused Afroz Fatta, BJP hit back by coming out with pictures showing the same man with Congress MP Md Azharuddin.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X