For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ-સંધની બેઠક પૂર્ણ, PM પદ માટે મોદીના નામ અંગે નિર્ણય નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rajnath-singh
નવી દિલ્હી, 31 જાન્યુઆરી: ભારતીય જનતા પાર્ટીના નવા ચૂંટાયેલા રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે આજે દિલ્હીમાં પાર્ટીના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, મુરલી મનોહર જોશી અને અરૂણ જેટલીએ ભાગ લીધો હતો. આ વરિષ્ઠ નેતાઓ ઉપરાંત આરએસએસના સુરેશ સૈની અને ભૈયાજી જોશીએ પણ હાજરી આપી હતી. બેઠકમાં રાજનાથ સિંહની નવી ટીમના ગઠન પર ચર્ચા કરવામાં આવી હતી. જો કે હાલના સમયમાં વડાપ્રધાન પદના દાવેદારને લઇને ઘમાસન મચેલ છે તો સ્પષ્ટ છે કે આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવે.

વડાપ્રધાન પદના ઉમેદવારનું નામ જાહેર કરવાના મુદ્દે રાજનાથ સિંહે કહ્યું હતું કે હાલમાં નરેન્દ્ર મોદીના નામ અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમને કહ્યું હતું કે સંસદીય બોર્ડના નિર્માણ બાદ આ મુદ્દે વિચાર કરવામાં આવશે. રાજનાથ સિંહે કહ્યું હતું કે સંસદીય બોર્ડનું નિર્માણ અંગે નિર્ણય લેવાયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સંસદીય બોર્ડ વડાપ્રધાન પદના ઉમેદવારનું નામ નક્કી કરવાનો નિર્ણય લેશે. નિતિન ગડકરીનું રાજીનામું અને રાજનાથ સિંહને નવા અધ્યક્ષ બનાવ્યા બાદ ભાજપની આ પહેલ મોટી અને મહત્વપૂર્ણ બેઠક છે.

પાર્ટીના વરિષ્ઠ નેતા વેંકૈયા નાયડૂએ પણ કહ્યું હતું કે બેઠકમાં વડાપ્રધાન પદની ઉમેદવારી અંગે કોઇપણ પ્રકારની ચર્ચા થઇ રહી નથી. યોગ્ય સમયે આ અંગે નિર્ણય લેવામાં આવશે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર પર વેંકૈયા નાયડૂએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી યોગ્ય નેતા છે અને ભાજપમાં યોગ્ય ઉમેદવારોની કમી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે શિવસેનાએ આજે કહ્યું હતું કે એનડીએ જલદી વડાપ્રધાન પદના ઉમેદવારના નામનું એલાન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં શિવસેના સુષ્મા સ્વરાજના નામને લઇને જીદે ચડ્યું હતું. પરંતુ હવે શિવસેનાએ સ્પષ્ટ કરી દિધું છે કે તે વિકલ્પ માટે તૈયાર છે.

English summary
BJP-RSS meet ends, BJP national president Rajnath Singh said that it was a informal meeting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X