કાશ્મીરમાં ભાજપે બદલ્યો પોતાનો રંગ, ભગવો છોડી લીલો અપનાવ્યો

કાશ્મીરમાં ભાજપે બદલ્યો પોતાનો રંગ, ભગવો છોડી લીલો અપનાવ્યો

શ્રીનગરઃ ભગવા કે કેસરિયા રંગ પર કમલ ખીલવનાર કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપે જમ્મુ અને કાશ્મીરમાં પોતાનો રંગ બદલ્યો. પાર્ટીએ અહીં ભગવાની જગ્યાએ લીલો રંગ અપનાવી લીધો છે. ગુરુવાે પાર્ટીના એક ઉમેદવારના મોટાં-મોટાં પોસ્ટર્સ જ્યારે કાશ્મીરના અખબારોમાં આવ્યાં તો લોકોનું ધ્યાન તેના પર ગયું. સ્પષ્ટ છે કે કાશ્મીરની જનતાને લોભાવવા માટે પાર્ટી લીલા રંગનો ઉપયોગ કરી રહી છે.

શ્રીનગરથી પાર્ટીના ઉમેદવારે જાહેરાત આપી

શ્રીનગરથી પાર્ટીના ઉમેદવારે જાહેરાત આપી

શ્રીનગર સંસદીય ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર ખાલિદ જહાંગીર તરફથી અખબારોમાં લીલા રંગના મોટી-મોટી જાહેરાતો આપવામાં આવી છે. ખાલિદે ઉર્દૂ અને ઈંગ્લિશ ભાષામાં પોતાના મેસેજ આગળ વધાર્યા. એટલું જ નહિ તેમણે ભાજપના ચૂંટણી ચિહ્ન કમળનો ઉપયોગ પણ સફેદ અને લીલા રંગમાં કર્યો છે. પીડીપીના નેતા અને રાજ્યમાં ભાજપની ગઠબંધન વાળી સરકારમાં નાણામંત્રી રહેલ હસીબ એ દ્રાબૂએ ટ્વીટ કરી આના પર નિશાન સાધ્યું. તેમણે ટ્વીટમાં લખ્યું, 'કાશ્મીરમાં હવે રંગ બદલાઈ રહ્યા છે અને કેવી રીતે! આ ચૂંટણી દરમિયાન રાજનૈતિક રંગ હોય છે. કેવી રીતે ભગવાને લીલો કરી દીધો. કે પછી આ પીડીપી છે જેણે ભાજપ પર પોતાનું નિશાન છોડી દીધું છે.' હસીબૂએ રાજ્યમાં ભાજપ-પીડીપીના ગઠબંધનની સરકાર બનવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

ભાજપે કહ્યું શાંતિનું પ્રતીક છે ભગવો

ભાજપે કહ્યું શાંતિનું પ્રતીક છે ભગવો

જો કે ભાજપે આ સમગ્ર મામલાને નજરઅંદાજ કરી દીધો છે. પાર્ટીનું કહેવું છે કે લીલા રંગને વધુ ચકાસવાની જરૂર નથી. પાર્ટી મુજબ આ રંગ તેમનું ઘાટીમાં 'સૌનો સાથ સૌનો વિકાસ'નું મંત્ર છે. રાજ્યમાં ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે આના પર કહ્યું, 'અમે બધા ધર્મમાં વિશ્વાસ રાખીએ છીએ. અમે રંગો પર ધ્યાન નથી દેતા અને અમારા માટે બધા રંગ એક સમાન છે. ઠાકુરે એમ પણ કહ્યું કે કાશ્મીર કેસરી અને કમળની ધરતી છે અને પહેલેથી આ રંગ ઘાટીમાં હાજર છે. ાર્ટી રંગોના આધાર પર લોકોના ભાગલા પાડવા નથી માંગતી' ઠાકુરે કહ્યું કે લીલો રંગ શાંતિનું પ્રતિક છે.

કોણ છે ખાલિદ જહાંગીર

કોણ છે ખાલિદ જહાંગીર

ભાજપના ઉમેદવાર ખાલિદ જહાંગીર એક પત્રકાર અને લેખકની સાથે રાજનૈતિક રણનીતિકાર પણ છે. વર્ષ 2014માં તેમણે ભાજપ જોઈન કર્યું હતું આ વર્ષે પાર્ટીએ તેમને રાજ્યના મામલાઓના પ્રવક્તા નિયુક્ત કરી દીધા. ખાલિદને તેમના રાજનૈતિક કનેક્શનને કારણે ઓળખવામાં આવે છે. તેઓ વૉશિંગ્ટન સ્થિત ઈન્ટરનેશનલ સ્ટ્રેટેજિક અફેર્સમાં ફેલો પણ રહી ચૂક્યા છે. ખાલિદાના પિતા રક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા અને ડિરેક્ટર ઑફ ડિફેન્સના પદ પરથી રિટાયર થયા છે. ખાલિદના ભાઈ જમ્મુ અને કાશ્મીરના પહેલા આઈપીએસ અધિકારી રહી ચૂક્યા છે જેમનું નામ ગુલામ કાદિર ગાંદરબલી છે. ખાલિદે બર્ન હૉલ સ્કૂલથી અભ્યાસ કર્યો છે અને તેઓ એક જર્મન ન્યૂજ નેટવર્ક સાથે સ્પેશિયલ કોરસ્પન્ડેન્ટ રહી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X