For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના નેતાનું વિવાદિત નિવેદન, કહ્યું- સ્કર્ટ પહેરતી બાઈ સાડી પહેરી મંદિર જવા લાગી

સ્કર્ટ પહેરતી બાઈ સાડી પહેરી મંદિર જવા લાગી: ભાજપી નેતા

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019ના પહેલા તબક્કાની ચૂંટણીમાં ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ચૂટણી પ્રચાર જોરશોરથી શરૂ થઈ ચૂક્યો છે, આ દરમિયાન સતત નેતાઓના વિવાદિત નિવેદનો આવી રહ્યાં છે. ભાજપના નેતાએ ફરી એકવાર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને લઈ વાંધાજનક ટિપ્પણી કરી છે. ભાજપના નેતા જયકરણ ગુપ્તાએ કહ્યું કે સ્કર્ટ પહેરતી બાઈ સાડી પહેરી મંદિરમાં માથું ઝુકાવતી થઈ ગઈ.

જયકરણ ગુપ્તાનું વિવાદિત નિવેદન

જયકરણ ગુપ્તાનું વિવાદિત નિવેદન

ભાજપી નેતાના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ભારે આલોચના થઈ રહી છે. મંગળવારે મેરઠમાં એક જનસભા દરમિયાન જયકરણ ગુપ્તાએ કહ્યું હતું કે, "કોંગ્રેસના એક નેતા તો ભારે જોરથી બોલે છે, અચ્છા દિન આવ્યા? તેમને અચ્છે દિન દેખાતા નથી. અરે સ્કર્ટ વાળી બાઈ સાડી પહેરીને મંદિરમાં માથું ઝુકાવવા લાગી, ગંગાજળથી વાંધો ઉઠાવતા લોકો ગંગાજળને ઘૂંટડે-ઘૂંટડે પીવા લાગ્યા."

વીડિયો થયો વાયરલ

જયકરણ ગુપ્તાનું આ નિવેદન એ રેલીમાં સામે આવ્યું, જેમાં ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય મુખ્ય વક્તા હતા. આ રેલીમાં વધુ એક નેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ અટક્યા વિના 'કમલ.. કમલ.. કમલ...' કહી રહ્યા છે.

પ્રિયંકા ગાંધી પર કર્યો પ્રહાર

પ્રિયંકા ગાંધી પર કર્યો પ્રહાર

જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીને લઈ ભાજપ તરફથી સતત વિવાદિત નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. અગાઉ કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ પણ કોંગ્રેસ મહાસચિવને લઈ નિવેદન આપ્યું હતું. ત્યારે એક સભાને સંબોધિત કરતા મહેશ શર્માએ કહ્યું હતું કે પપ્પૂ કહે છે કે પીએમ બનશે, હવે તો પપ્પૂની પપ્પી પણ આવી ગઈ છે. મહેશ શર્માની ટિપ્પણી પર રાજનૈતિક પાર્ટીઓએ ભારે વાંધો ઉઠાવ્યો હતો. જણાવી દઈએ કે પહેલા તબક્કાની ચૂંટણી માટે 11 એપ્રિલે મતદાન થશે, જેમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશની કુલ 8 સીટ પર મતદાન થશે. જેમાં મેરઠ, બિઝનૌર, મુઝફ્ફરનગર, ગૌતમબુદ્ધ નગર જેવી મહત્વપૂર્ણ બેઠક સામેલ છે.

પરેશ રાવલના જૂતા મારવાના નિવેદન પર ઉર્મિલાએ કહ્યુઃ જનતા બધુ જાણે છેપરેશ રાવલના જૂતા મારવાના નિવેદન પર ઉર્મિલાએ કહ્યુઃ જનતા બધુ જાણે છે

કેટલું ભણેલા છે તમારા મતવિસ્તારના સાંસદ? અહિં જાણો

English summary
bjp's leader jaykaran gupta personally attacked on priyanka gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X