'ખૂની પંજા' પર ECની નોટિસનો જવાબ આપવા મોદીએ માગ્યો સમય
નવી દિલ્હી, 16 નવેમ્બર: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન એક રેલીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના ચૂંટણી ચિહ્નને ખૂની પંજો કહેવા પર ચૂંટણી પંચે નોટિસ ફટકારી હતી. અને જવાબ આપવા જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ આ નોટિસના પગલે ચૂંટણી પંચને જવાબ આપવા માટે સમય માગ્યો છે.
નરેન્દ્ર મોદીની 'ખૂની પંજા' ટિપ્પણી પર જવાબ આપવા માટે ભાજપે ચૂંટણી પંચને એવું કહીને અઠવાડિયાનો સમય વધુ માગ્યો કે આ દિવસોમાં તેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. જોકે ચૂંટણી પંચે મોદીને 16 નવેમ્બર સાંજે 5 વાગ્યા સુધી આ અંગે જવાબ આપવા જણાવ્યું હતું. આજે તેમનો સમય સમાપ્ત થતા પહેલા ભાજપે જવાબ આપવા માટે વધું સમયની માગણી કરી છે.

આ પહેલા ચૂંટણી પચે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પણ તેમના આઇએસઆઇવાળા નિવેદન પર નોટિસ મોકલીને જવાબ માગ્યો હતો. રાહુલે પોતાનો જવાબ મોકલ્યો પંચે તેમને સંભાળીને બોલવાની સલાહ આપી છે.












Click it and Unblock the Notifications
