રાજનાથ 2 જૂનના રોજ લખનઉમાં કરાવશે ધરપકડ

પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર આંદોલન પહેલા દિવસે 29 મેના રોજ પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રભારી અમિત શાહ સમાજવાદી પાર્ટીના કદ્દાવર નેતા આઝમ ખાનના ગૃહ સચિવ રામપૂરમાં ધરપકડ વ્હોરશે.
સૂત્રોનું માનવું છે કે લોકસભા ચૂંટણીના પગલે ભાજપા આ રાજ્યમાં અપેક્ષાકૃત વધારે ધ્યાન આપી રહ્યું છે, માટે જ જેલભરો આંદોલનને અત્રે સફળ બનાવવા માટે પૂરેપૂરી તાકાત લગાવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવનાર લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં વધારે ધ્યાન આપી રહી છે. બીજેપીએ રવિવારે જ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહને પ્રદેશ પ્રભારી બનાવ્યા છે. અને 29 મેના રોજ બીજેપી જેલભરો આંદોલન યોજશે.












Click it and Unblock the Notifications
