For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનું કોંગ્રેસ મુક્ત કેમ્પેઈન તરફ પ્રયાણ, PPP નો દાવો સાચો

ભાજપનું કોંગ્રેસ મુક્ત ભારતનું સપનુ ધીમે ધીમે હકીકતમાં તબદીલ થતુ નજરે પડી રહ્યુ છે. હાલમાં 20 રાજ્યોમાં ભાજપ અને એનડીએની સરકાર છે. 21 માં રાજ્ય કર્ણાટકમાં ભાજપ સત્તાની નજીક દેખાઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભાજપનું કોંગ્રેસ મુક્ત ભારતનું સપનુ ધીમે ધીમે હકીકતમાં તબદીલ થતુ નજરે પડી રહ્યુ છે. હાલમાં 20 રાજ્યોમાં ભાજપ અને એનડીએની સરકાર છે. 21 માં રાજ્ય કર્ણાટકમાં ભાજપ સત્તાની નજીક દેખાઈ રહ્યુ છે. ભાજપ કે તેના ગઠબંધનની સરકારનો વિસ્તાર 2014 બાદ સતત વધી રહ્યો છે. મે 2014માં જ્યારે પ્રધાનમંત્રી પદના સોગંદ લીધા હતા ત્યારે ભાજપ કે એનડીએની માત્ર 8 રાજ્યોમાં અને કોંગ્રેસની 14 રાજ્યોમાં સરકાર હતી. કર્ણાટકમાં ભાજપની સરકાર બનવાનું નક્કી લાગી રહ્યુ છે તો હવે કોંગ્રેસ સમેટાઈને માત્ર પુડુચેરી, પંજાબ અને મિઝોરમમાં રહી જશે.

કોંગ્રેસ પાસે માત્ર ત્રણ રાજ્ય

કોંગ્રેસ પાસે માત્ર ત્રણ રાજ્ય

2014 લોકસભા ચુંટણી સુધી જ્યાં ભાજપની પૂર્વોત્તરના એકપણ રાજ્યોમાં સરકાર નહોતી ત્યારે આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, સિક્કિમ અને નાગાલેન્ડમાં સરકાર બની ચૂકી છે. ત્રિપુરા, નાગાલેન્ડમાં ભાજપની સરકાર છે. કર્ણાટકમાં ભાજપ સત્તાની નજીક આવી ચૂકી છે. કોંગ્રેસ પાસે હવે માત્ર ત્રણ રાજ્ય પંજાબ, મિઝોરમ અને પુડુચેરી છે.

PPP બની ગઈ કોંગ્રેસ?

PPP બની ગઈ કોંગ્રેસ?

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે કર્ણાટક વિધાનસભા પરિણામો બાદ કોંગ્રેસ PPP માં બદલાઈ જશે. આનો મતલબ સમજાવતા તેમણે કહ્યુ કે પરિણામો બાદ કોંગ્રેસ PPP કોંગ્રેસ બની જશે. એટલે કે પંજાબ, પુડુચેરી અને પરિવાર કોંગ્રેસ. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે તેનાથી એ વાત સાચી સાબિત થઈ રહી છે.

રાહુલને મળી માત્ર હાર

રાહુલને મળી માત્ર હાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીનો જનાધાર દિવસેને દિવસે સમેટાઈ રહ્યો છે. રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસની વોટબેંક ધ્વસ્ત થઈ રહી છે. રાહુલ ગાંધીનો રેકોર્ડ તો એ છે કે અત્યાર સુધી તેમના નેતૃત્વમાં જેટલી પણ ચૂંટણી લડવામાં આવી તેમાં કોંગ્રેસ હારતી આવી છે. તેમના નેતૃત્વમાં ગયા 5 વર્ષમાં કોંગ્રેસ પક્ષ 29 ચૂંટણીઓ હારી ચૂકી છે. કર્ણાટકમાં હારની નજીક છે. વાસ્તવમાં કોંગ્રેસ માટે વિશ્લેષણનો સમય છે. ગયા વર્ષે 2017 માં 7 રાજ્યોમાં થયેલ ચૂંટણીએ પણ રાહુલની પોલ ખોલી દીધી હતી. યુપી, ઉત્તરાખંડ, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને હાર મળી. પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહની વિશ્વસનીયતા અને મહેનતની જીત થઈ.

આ રાજ્યોમાં ભાજપ

આ રાજ્યોમાં ભાજપ

એનડીએની સરકાર
1. હિમાચલ પ્રદેશ - ભાજપ
2. ઉત્તરાખંડ - ભાજપ
3. હરિયાણા - ભાજપ
4. ગુજરાત - ભાજપ
5. રાજસ્થાન - ભાજપ
6. મધ્યપ્રદેશ - ભાજપ
7. છત્તીસગઢ - ભાજપ
8. ઝારખંડ - ભાજપ
9. આસામ - ભાજપ
10. ગોવા - ભાજપ
11. મણિપુર - ભાજપ
12. અરુણાચલપ્રદેશ - ભાજપ
13. ઉત્તરપ્રદેશ - ભાજપ
14. કર્ણાટક - ભાજપ સત્તાની નજીક
15. ત્રિપુરા - ભાજપ
16. જમ્મૂ કાશ્મીર - એનડીએ
17. મહારાષ્ટ્ર - એનડીએ
18. બિહાર - એનડીએ
19. સિક્કિમ - એનડીએ
20. નાગાલેન્ડ - એનડીએ
21. મેઘાલય - એનડીએ


આ 3 રાજ્યોમાં કોંગ્રેસ


22. પંજાબ - કોંગ્રેસ
23. મિજોરમ - કોંગ્રેસ
24. પુડુચેરી - (કેન્દ્રશાસિત) કોંગ્રેસ

English summary
bjp set win karnataka assembly elections seeks congress mukt bharat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X