પંચાયત ચૂંટણીઓમાં OBC અનામતને લઈને વિપક્ષના નિશાને બીજેપી, અનામત વિરોધી પાર્ટી ગણાવી
પ્રિયંકા ગાંધીએ બીજેપીના ઈરાદાઓ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, ઓબીસી વર્ગને અનામત મળવી જોઈએ. અનામત તેમનો અધિકાર છે.
લખનૌ : ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીઓમાં ઓબીસી અનામતને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. અલ્હાબાદ હાઈકોર્ટે ઓબીસી અનામત વગર જ ચૂંટણી કરવાનો આદેશ આપ્યા બાદ હવે બીજેપી વિપક્ષના નિશાને છે. ઉત્તર પ્રદેશની વિપક્ષી પાર્ટીઓ બીજેપીને અનામત વિરોધી પાર્ટી ગણાવી રહી છે.

અનામતને લઈને પ્રિયંકા ગાંધીએ બીજેપીના ઈરાદાઓ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, ઓબીસી વર્ગને અનામત મળવી જોઈએ. અનામત તેમનો અધિકાર છે. આ સિવાય બહુજન સમાજ પાર્ટીના વડા અને પૂર્વ સીએમ માયાવતીએ કહ્યું કે, નાગરિક ચૂંટણીમાં અનામતના મુદ્દે નિર્ણય ભાજપની અનામત વિરોધી માનસિકતા દર્શાવે છે.
नगरीय निकाय चुनावों में OBC वर्ग को आरक्षण का हक मिलना चाहिए। भाजपा का आरक्षण विरोधी रुख बर्दाश्त नहीं किया जाएगा।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 27, 2022
અહીં માયાવતીએ બીજેપીને ઘેરતા કહ્યું કે, બહુપ્રતીક્ષિત નાગરિક ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગો માટે અનામત અંગે હાઈકોર્ટનો નિર્ણય ભાજપ અને તેની સરકારની OBC વિરોધી અને અનામત વિરોધી વિચારસરણી અને માનસિકતા દર્શાવે છે.
भाजपा सरकार ने पिछड़ों को दिया धोखा!
— Samajwadi Party (@samajwadiparty) December 27, 2022
भाजपा की बाबा साहब भीम राव अम्बेडकर के दिए संविधान को ख़त्म करने की साज़िश।
निकाय चुनाव में पिछड़ों और दलितों का हक मारने के लिए भाजपा सरकार ने गलत तरीके से किया आरक्षण।
पहले पिछड़ों का हो आरक्षण, फ़िर हो चुनाव।
અહીં સમાજવાદી પાર્ટી પણ આક્રમક જોવા મળી રહી છે અને કહ્યું કે, પહેલા પછાત લોકોને અનામત મળે પછી ચૂંટણી થવી જોઈએ. અખિલેશ યાદવે કહ્યું કે, બાબાસાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા આપવામાં આવેલા બંધારણને ખતમ કરવાનું ભાજપનું આ ષડયંત્ર છે. નગરપાલિકાની ચૂંટણીમાં પછાત અને દલિતોના હક્કો મારવા માટે ભાજપ સરકારે ખોટી રીતે અનામત આપી હતી.












Click it and Unblock the Notifications
