For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ જીતી શકે છે 110 સીટ, કોગ્રેસ 68: સર્વે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 ઓક્ટોબર: મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે 15 ઓક્ટોબરના રોજ મતદાન થશે. મતદારોનું વલણ કઇ પાર્ટીને તરફ છે તે જાણવા માટે જી મીડિયાએ તાલીમ રિસર્ચ ફાઉંડેશનની સાથે મળીને મહારાષ્ટ્રમાં સર્વે કરાયો છે. સર્વેમાં કેટલીક રોચક જાણકારીઓ સામે આવી છે. સર્વેનું માનીએ તો ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 110 સીટો જીતીને સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટો છે.

સર્વેના અનુસાર ચૂંટણીમાં કોંગ્રેસને ભારે નુકશાન ઉઠાવવું પડશે. કોંગ્રેસને 68 સીટો પર જીત મળી શકે છે. જ્યારે શિવસેનાના ખાતામાં 52 અને એનસીપીના ખાતામાં 39 સીટો જઇ શકે છે. સર્વેમાં આ વાત સામે આવી કે 50 ટકા મતદારો કોંગ્રેસ-એનસીપીના પ્રદર્શનથી ખુશ નથી જ્યારે 10.7 ટકા મતદારોએ આ વિશે પોતાનો મત આપ્યો નહી. 74.6 ટકા મતદારો માટે મોંઘવારી સૌથી મોટો મુદ્દો છે. જ્યારે 63.6 ટકા મતદારો માટે રોડ, વિજળી, અને પાણીની સમસ્યા મુખ્ય છે.60.6 ટકા મતદારો બેરોજગારી, 56.3 ટકા મતદારો ભ્રષ્ટાચાર, 45.7 ટકા મતદારો આર્થિક વિકાસ, 14.0 ટકા સુરક્ષાને લઇને પરેશાન છે.

elections-2014.

મતદારોને પૂછવામાં આવ્યું કે શું તે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઇ રહ્યાં છે. તેના પર 96.7 ટકા મતદાતાઓનો જવાબ હા હતો. જો કે 2009ની વિધાનસભા ચૂંટણીમાં 60.0 ટકા મતદારોએ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. તેમાં 23.4 ટકા મતદારોએ સંકેત આપ્યો કે તે ભાજપને વોટ કરશે. જ્યારે 19.1 ટકા મતદારોએ કોંગ્રેસ, 17.9 ટકા મતદારોએ શિવસેના, 10.4 ટકા મતદારોએ એનસીપી અને 1.6 ટકા મતદારોએ મનસેને વોટ આપવાની રૂચિ દાખવી છે.

સર્વે અનુસાર લગભગ 43.4 ટકા મતદારાઓએ સ્વિકાર્યું કે કેન્દ્ર સરકારના સુશાસનની અસર મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પાર્ટી માટે સઘન પ્રયત્ન કર્યો છે. આ સર્વેમાં 6 અને 7 ઓક્ટોબરના રોજ મુંબઇ, વિદર્ભ, પશ્વિમી મહારાષ્ટ્ર, મરાઠવાડા, ઉત્તર મહારાષ્ટ્ર અને કોંકણમાં કરાવવામાં આવ્યો.

English summary
The Assembly elections in Maharashtra and Haryana are scheduled to be held on October 15. They are one of the most keenly fought and watched elections after the 2014 Lok Sabha polls. In order to assess the mood of the voters, Zee Media in association with Taleem Research Foundation held a survey in Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X