For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની ચૂંટણી પંચ સામે માંગ, બંગાળમાં જ્યાં હિંસા થઇ ત્યાં ફરી મતદાન કરાવો

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન દરમિયાન પણ પશ્ચિમ બંગાળમાં હિંસાની ખબરો આવી હતી. ઘણી જગ્યા પર મતદાતાઓને વોટ કરવાથી રોકવાની ખબર પણ આવી હતી.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન દરમિયાન પણ પશ્ચિમ બંગાળમાં હિંસાની ખબરો આવી હતી. ઘણી જગ્યા પર મતદાતાઓને વોટ કરવાથી રોકવાની ખબર પણ આવી હતી. ભાજપ વારંવારં ટીએમસી પર ચૂંટણી હિંસાને લઈને આરોપ લગાવતી રહી છે. એટલું જ નહીં પરંતુ ચૂંટણી હિંસા પછી બંગાળના કેટલાક વિસ્તારોમાં ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરતા ભાજપના પ્રતિનિધિ મંડળે સોમવારે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી છે.

piyush goyal

ચૂંટણી પંચ સાથે મુલાકાત પછી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મીડિયા સાથે વાતચીત કરી પિયુષ ગોયલે કહ્યું કે, અમે ચૂંટણી પંચ સામે બંગાળમાં ચૂંટણી હિંસાનો મુદ્દો ઉઠાવ્યો છે. હિંસા પ્રભાવિત કેટલાક વિસ્તારોમાં ફરીથી મતદાન કરાવવાની માંગ કરી છે. બંગાળમાં મતદાન દરમિયાન હિંસા ભડકવાની આશંકા પણ તેમને વ્યક્ત કરી હતી.

પિયુષ ગોયલે કહ્યું કે તેમને પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને કર્ણાટકમાં કાઉન્ટિંગ દરમિયાન વિશેષ નિરીક્ષણ કરવાની માંગ કરી છે, જેથી કાઉન્ટિંગ પ્રક્રિયા નિષ્પક્ષ રૂપે થઇ શકે. તેમને કહ્યું કે અમે પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીની હતાશાને કારણે ચૂંટણી પંચ સામે ચિંતા વ્યકત કરી છે કે કાઉન્ટિંગ દરમિયાન ફરી રાજનૈતિક હિંસા ભડકી શકે છે.

આ પણ વાંચો: અમિત શાહે એનડીએ નેતાઓને ડિનર પર બોલાવ્યા, કાલે કેબિનેટ બેઠક થશે

ભાજપા નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે કાઉન્ટિંગ અને જ્યાં સુધી આચાર સંહિતા લાગુ છે ત્યાં સુધી ભારે સંખ્યામાં સૈનિકો ગોઠવી દેવામાં આવે. જેથી લોકોને આશ્વાશન મળી શકે કે મતોની ગણતરી સમયે ત્યાં હિંસા નહીં ભડકે. આપને જણાવી દઈએ કે બંગાળમાં વોટિંગ દરમિયાન બધા જ તબક્કાના મતદાનમાં હિંસા થઇ છે. હિંસા માટે ભાજપ ટીએમસી પર આરોપ લગાવી રહી છે, જયારે ટીએમસી તેના માટે ભાજપને જવાબદાર માની રહી છે.

આ પણ વાંચો: ચૂંટણી પંચે પીએમ મોદી સામે સરેન્ડર કર્યું: રાહુલ ગાંધી

English summary
bjp wants re-poll in west bengal for constituencies where violence occurred, piyush meets EC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X