ચૂંટણી પંચે પીએમ મોદી સામે સરેન્ડર કર્યું: રાહુલ ગાંધી
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ચૂંટણી આયોગના નિર્ણય પર વિપક્ષી દળો ઘ્વારા ઘણા સવાલો કરવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ચૂંટણી આયોગના નિર્ણય પર વિપક્ષી દળો ઘ્વારા ઘણા સવાલો કરવામાં આવ્યા છે. આચાર સંહિતા ઉલ્લંઘન મામલે પીએમ મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહને ક્લીન ચિટ આપવા મામલે વિપક્ષે તેમનો વિરોધ કર્યો હતો, જયારે પીએમ મોદીની કેદારનાથ યાત્રા પર પણ રાજનીતિ ગરમાઈ ચુકી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીની કેદારનાથ યાત્રા પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમને ચૂંટણી પંચ પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે.

રાહુલ ગાંધીએ પહેલા ના ઘણા મુદ્દાઓ ગણાવ્યા અને ટવિટ કરીને ચૂંટણી પંચ પર પક્ષપાત કરવાનો આરોપ પણ લગાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે, ચૂંટણી બ્રાન્ડ અને ઈવીએમ થી લઈને ચૂંટણી કાર્યક્રમ સાથે છેડછાડ, નમો ટીવી, મોદીની સેના અને કેદારનાથ નાટક સુધી, ચૂંટણી પંચનો પીએમ મોદી અને તેમની ગેંગ સામે સમર્પણ બધા ભારતીયો સામે જાહેર છે. રાહુલ ગાંધીએ લખ્યું કે પહેલા ચૂંટણી પંચનો ડર હોતો હતો, તેમના પ્રત્યે સમ્માન હતું, જે હવે નથી રહ્યું.
આ પણ વાંચો: જે 3 રાજ્યોથી નક્કી થવાની છે સરકાર ત્યાં એક્ઝીટ પોલ બતાવી રહ્યુ છે મોટુ અંતર
લોકસભા ચૂંટણીના છેલ્લા દિવસે પણ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીના કેદારનાથ યાત્રા સહીત બીજા ઘણા મામલે ઉદાહરણ આપતા આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચનો પીએમ મોદી તરફ ઝુકાવ છે. આ પહેલા પણ ઘણા કોંગ્રેસ નેતાઓ ઘ્વારા ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Lok Sabha exit polls 2019: આટલા માટે ભરોસાને લાયક નથી એક્ઝીટ પોલ












Click it and Unblock the Notifications
