16 દિવસ બાદ પણ ન ચાલી શકી ભાજપની હેક વેબસાઈટ

16 દિવસ બાદ પણ ન ચાલી શકી ભાજપની હેક વેબસાઈટ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીની વેબસાઈટ 16 દિવસ પહેલા કથિત રૂપે હેક થયા બાદ હજુ સુધી શરૂ નથી થઈ શકી. ભારતીય જનતા પાર્ટીની વેબસાઈટ પાંચ માર્ચે હેક થઈ ગઈ હતી જે બાદ સતત વેબસાઈટ ડાઉન રહી. ભાજપની વેબસાઈટ પર સંદેશ લખ્યો છે, અમે જલદી જ પાછા ફરીશું. અસુવિધા માટે દુઃખ છે, અમારી વેબસાઈટનું મેનટેઈનન્સ કામ ચાલી રહયું છે અને જલદી જ ઓનલાઈન થશું. આ સંદેશ પાછલા 16 દિવસથી લખેલો આવે છે.

bjp

ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ પાંચ માર્ચે કહ્યું હતું કે પોર્ટલ એક-બે દિવસમાં શરૂ થઈ જશે. માલવીયએ કહ્યું હતું કે સાઈટ ટેક્નિકલ ખામીને લીધે ડાઉન છે, ન કે હેકિંગને કારણે. નિષ્ણાંતોનું કહેવું છે કે આટલા લાંબા સમય સુધી સાઈટ ન ચાલી શકવાનો મતલબ એ જ છે કે તમારો ડેટા ચોરી થઈ ગયો અને આખું પોર્ટલ ફરીથી ડિઝાઈન કરવામાં આવી રહ્યું છે.

ભાજપ પાર્ટીની ઓફિશિયલ વેબસાઈટમાં પાંચ માર્ચે ખુલવામાં પ્રોબ્લેમ આવી હતી. ભાજપની વેબસાઈટ પર ક્લિક કરવા પર Error 522 આવતી હતી. પહેલા દિલ્હી ભાજપની વેબસાઈટ પર પીએમ મોદી અને જર્મનીના ચાંસલર એન્જેલો માર્કેલના ફોટા દેખાવા શરૂ થયા, જેના પર કેટલાક ખરાબ શબ્દો લખવામાં આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે, "ભાઈઓ-બહનો મેં તમને બેવકૂફ બનાવ્યા અને લખ્યા પણ." થોડી વાર બાદ વેબસાઈટ ડાઉન થઈ ગઈ અને ખુલવી જ બંધ થઈ ગઈ જે આજે 21 માર્ચ સુધી બંધ જ છે.

આ પણ વાંચો- લંડનમાં રહીને કેટલા રૂપિયા મહિના કમાઈ રહ્યો હતો નીરવ મોદી, બતાવી સેલેરી સ્લીપ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X