કસાબની ફાંસીનું ભાજપાએ કર્યું સ્વાગત

bjp
નવી દિલ્હી, 21 નવેમ્બર: હંમેશા કસાબને લઇને યુપીએ સરકારની જાટકણી કાઢતી ભાજપ સરકારે કસાબની ફાંસીને લઇને સરકારના વખાણ કર્યા છે. ભાજપે જણાવ્યું કે કસાબને ફાંસી આપવામાં વાર થઇ પરંતુ ફાંસી અપાઇ ખરી જે સરકારનો સાચો નિર્ણય રહ્યો.

ભાજપના ઉપપ્રમુખ મુક્તાર અબ્બાલ નકવીએ જણાવ્યું કે સરકારના આ પગલાથી કસાબ અને તેના સાથિઓ દ્વારા જે નિર્દોશો માર્યા ગયા હતા તેમની આત્માને જરૂર શાંતિ મળશે. તેમણે જણાવ્યું કે દેશનો આ નિર્ણય તમામ આતંકીઓ માટે સબકરૂપ છે.

ભાજપના પ્રવક્તા શાહનવાજ હુસેને કસાબની ફાંસીને આવકારી છે પરંતુ સાથે સાથે તેમણે સાંસદ પર હુમલાના દોષી અફજલ ગુરૂને પણ ટૂંક સમયમાં ફાંસી આપવાની માંગ કરી હતી. ભાજપે કસાબની દયાઅરજીનો અસ્વીકાર કરવા બદલ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પણ વખાણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે મુંબઇ આતંકી હુમલામાં પકડવામાં આવેલા મુખ્ય આરોપી અજમલ કસાબને બુધવારે સવારે સાડા સાત વાગ્યે ફાંસી આપી દેવામાં આવી છે. કસાબની સામેનો કેસ લડનાર ઉજ્જવલ નિકમે આ પગલાને આવકાર્યું છે. તેમના કહેવા પ્રમાણે, આ સજાથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં કડક સંદેશ જશે કે ભારત ટેરર માટે સોફ્ટ દેશ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X