ટાઇમ્સ નાઉનો સર્વેઃ 202 બેઠકો પર લહેરાશે ભાજપનો કેસરિયો
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરીઃ લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને 227 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 84 બેઠક મેળવશે. આ તારણ ઇન્ડિયા ટીવી, ટાઇમ્સ નાઉ અને સી વોટર દ્વારા હાથ ધરવામાં આવેલા એક ઓપિનિયન પોલમાં બહાર આવ્યું છે.
સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, વાઇએસઆઇર કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, અન્નાદ્રમૂક અને આમ આદમી પાર્ટી જેવા ક્ષેત્રિય દળ સારું પ્રદર્શન કરશે.

સપાને 20, બસપાને 21 બેઠકો મળી શકે છે. સર્વેક્ષણમાં જગનની પાર્ટી વાઇએસઆર કોંગ્રેસને 13 બેઠકો અને 16 દળોના સંભવિત ગઠબંધન જેમાં ડાબેરીઓ, અન્નદ્રુમક બન્ને સામેલ છે, તેમને 128 બેઠકો મળી શકે છે.












Click it and Unblock the Notifications
