બીજેપી અપનાવશે બિહારમાં ઓબીસી કાર્ડની રણનીતિ

જેડીયૂ અને બીજેપીનું ગઠબંધન તૂટ્યાને હજી તો ગણતરીના દિવસો જ થયા છે, પરંતુ નરેન્દ્ર મોદીને પીએમ પ્રોજેક્ટ કરવાની બીજેપીની કોશિશને ધ્યાનમાં રાખતા જેડીયૂએ બીજેપી સાથેનું ગઠબંધન તોડી નાખ્યું હતું.
બિહારમાં મોટા પ્રમાણમાં જાતિના આધારે મતદાન થતું હોય છે. માટે બીજેપી માટે સૌથી મોટો પડકાર બિહારમાં નીતિશને પછાડવાનો છે. આના માટે બીજેપીએ બિહારમાં ઓપીસી કાર્ડની રણનીતિ આપનાવી છે.
બીજેપીના પ્રવક્તાનું કહેવું છે કે બીજેપી બિહારમાં સંપૂર્ણ રણનીતિ સાથે આવશે. બિહારમાં તે ઓબીસી કાર્ડ રમશે અને લોકોની વચ્ચે એવો સંદેશ આપવાની કોશિશ કરશે કે મોદી મુસલમાનોના દુશ્મન નથી, બલકે તેઓ પોતે ઓબીસી વર્ગમાંથી આવે છે. આ પ્રકારે તેઓ નીતિશ કુમારને જોરદાર ફટકાર આપી શકે છે.












Click it and Unblock the Notifications
