For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાર રાજ્યોમાં બનશે ભાજપની સરકાર: અડવાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બિલાસપુર, 10 નવેમ્બર: પૂર્વ ઉપ-વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે આગામી સામાન્ય ચૂંટણીમાં ત્રીજા મોરચાની સરકાર બનવાની કોઇ શક્યતા નથી. તેમને એ પણ કહ્યું હતું કે પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની રૂચિ દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં છે.

લાલકૃષ્ણ અડવાણીએ શનિવારે લાલબહાદુર શાસ્ત્રી શાલના મેદાનમાં જનસભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે મધ્યપ્રદેશન અને છત્તીસગઢમાં પહેલાંથી જ ભાજપની સરકારો સારા કાર્ય કરી રહી છે. તેમને પૂરો વિશ્વાસ છે કે ચારેય રાજ્યોમાં ભાજપની સરકાર બનશે.

લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે દુનિયાના ત્રીજા લોકતાંત્રિક દેશમાં બે પક્ષોની પ્રણાલી છે પરંતુ ભારતમાં બહુ પક્ષીય પ્રણાલીના આધાર પર જ કેન્દ્રની સરકાર ચૂંટવામાં આવે છે. ગત 20-25 વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીએ સારા કાર્યો કરી એવી સ્થિતી ઉભી કરી દિધી છે કે એનડીએ હવે દ્રિ-ધ્રુવીય પ્રણાલીના રૂપમાં વિકસીત થઇ ગઇ છે. એક ધ્રુવ કોંગ્રેસ છે તો બીજો ધ્રુવ ભાજપ.

adavani

લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે આઝાદી પછી કેન્દ્રમાં કોંગ્રેસ અને ભાજપની સરકારો પાંચ વર્ષથી વધુ સમય સુધી ચાલી છે. એટલા માટે પુરા વિશ્વાસ સાથે કહેવામાં આવે છે કે કોંગ્રેસ અને ભાજપ વગર કેન્દ્રમાં કોઇ ત્રીજા મોરચાની સરકાર બનાવાની શક્યતા બિલકુલ શુન્ય છે.

ભાજપના વરિષ્ઠના નેતાએ ભાજપ દ્વારા જાહેર કરેલા વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેમને ગુજરાતમાં ભાજપની નીતિઓના અનુરૂપ કાર્ય કરી હેટ્રિક બનાવી લીધી છે. તે જ પ્રમાણે મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ અને છત્તીસગઢમાં રમણ સિંહની સરકારોએ 10 વર્ષોમાં પોતાના પ્રદેશને વિકાસની ઉંચાઇઓ સુધી પહોંચાડ્યો છે.

તેમને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી રાજ્યો દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢને કેન્દ્રમાં રાખીને કાર્ય કરી રહી છે અને તેમને પૂરો વિશ્વાસ છે કે ચારેય રાજ્યોમાં ભાજપની સરકાર બનશે અને શિવરાજ સિંહ અને રમણ સિંહ હેટ્રિક લગાવશે.

તેમને કહ્યું હતું કે યુપીએ સરકારને આડે હાથ લેતાં કહ્યું હતું કે અમે શાંતિ સાથે છત્તીસગઢ રાજ્યની સ્થાપના કરી હતી પરંતુ વર્તમાન કેન્દ્ર સરકારના પૃથક તેલંગાણા રાજ્યના નિર્ણય પર રોજ રમખાણો થાય છે.

લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી માંડીને મનમોહન સિંહ સુધી દેશના બધા વડાપ્રધાનોનો લેખા-જોખા રજૂ કરતાં કેન્દ્રની મનમોહન સરકારનો સૌથી ખરાબ સમય ગણાવ્યો હતો. તેમને કહ્યું હતું કે એક અર્થશાસ્ત્રી હોવાછતાં દેશની અર્થવ્યવસ્થા નબળી પડી ગઇ છે. ભષ્ટ્રાચારની બોલબાલા છે. ડુંગળી સો રૂપિયે કિલો મળી છે. મોંધવારીએ તો માજા મુકી છે.

English summary
The Bharatiya Janata Party patriarch on Saturday said that the results of Assembly Elections won't be able to determine the outcome of 2014 General Elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X