For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન: પ્રતાપગઢમાં ભાજપા નેતાનો ધોળેદિવસે હત્યા

રાજસ્થાનમાં ભાજપ નેતાની નિર્મમ હત્યાનો મામલો સામે આવ્યો છે. મળતી જાણકારી અનુસાર કાર્યકર્તા સમર્થ કુમાવતની શનિવારે બાઈક સવારે હત્યા કરી નાખી હતી.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમાં ભાજપ નેતાની નિર્મમ હત્યાનો મામલો સામે આવ્યો છે. મળતી જાણકારી અનુસાર કાર્યકર્તા સમર્થ કુમાવતની શનિવારે બાઈક સવારે હત્યા કરી નાખી હતી. જયારે સમર્થ રસ્તા પર ઉભા હતા ત્યારે જ 3-4 લોકો બાઈક પર આવ્યા અને તેમના પર ગોળીઓ ચલાવવાની ચાલુ કરી દીધી. પોલીસે જણાવ્યું કે આ ઘટના રાજસ્થાનના પ્રતાપગઢથી ચાર કિલોમીટર દૂર એક ગામમાં થઇ છે. સમર્થ કુમાવતની ઘટનાસ્થળે જ મૌત થઇ ગઈ. હત્યાના બધા જ આરોપી ત્યાંથી ફરાર થઇ ગયા.

bjp

સમર્થ કુમાવતની હત્યા પછી સ્થાનીય લોકો તેના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા. તેમને માંગ કરી છે કે હત્યારાઓને જલ્દી પકડી લેવામાં આવે. જે રીતે ચૂંટણી પહેલા ભાજપના કાર્યકર્તાની હત્યા થઇ રહી છે તેને કારણે ભાજપ ઘણી નારાજ દેખાઈ રહી છે. પોલીસ ઘ્વારા આશ્વાશન આપવામાં આવ્યું છે કે આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે અને હુમલાખોરોને જલ્દી પકડી લેવામાં આવશે.

સમર્થ કુમાવતના પરિવારે જણાવ્યું કે તેમની કોઈની સાથે કોઈ પણ પ્રકારની દુશ્મનાવટ ના હતી. એટલું જ નહીં પરંતુ સમર્થ કુમાવતની હત્યાને કારણે આસપાસના લોકો પણ હેબતાઈ ગયા છે. સમર્થ કુમાવત ભાજપના સક્રિય કાર્યકર્તા હતા. સ્થાનીય ભાજપ નેતા મંગુ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સમર્થ કુમાવત ગામમાં ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા હતા. બીજી બાજુ ભાજપા નેતા અશોક ગેહલોતે આ હત્યાની આલોચના કરી છે. તેમને ટવિટ કરીને લખ્યું કે તેઓ ભાજપા કાર્યકર્તા સમર્થ કુમાવત ની નિર્મમ હત્યાનો વિરોધ કરે છે. અપરાધીઓને સખત સજા મળવી જોઈએ.

English summary
BJP worker brutally shot and chopped his neck in Rajasthan. People protest against the incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X