For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાળા નાણા : SITને ભારતમાં 14958 અને સ્વીસ બેંક HSBCમાં 4479 કરોડ મળ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 ડિસેમ્બર : કાળા નાણા એટલે કે બ્લેક મની મુદ્દે તપાસ કરી રહેલી સીટે તેના તપાસ રિપોર્ટમાં કરેલા ઘટસ્ફોટ પ્રમાણે HSBC બેંકની યાદીમાં સામેલ ભારતીયોના ખાતામાં 4476 કરોડ રૂપિયાનું કાળું નાણું છે. જેના પગલે આવા 79 ખાતાઓ સામે આવકવેરા વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

વિશેષ તપાસ ટીમે કાળા નાણા મુદ્દે આપેલા બીજા અહેવાલના પ્રાસંગિક અંશો જાહેર કરતા નાણા મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે સંબધિત અધિકારીઓ ભારતની અંદર 14957.95 કરોડ રૂપિયાની છુપી સંપત્તિ મામલે તપાસ કરી રહ્યા છે.

13-1418458553-black-money-3

વિદેશીમાં કાળું નાણુ ધરાવતા 628 ભારતીયો કે જેઓ HSBCની જીનેવા સ્થિત બ્રાન્ચમાં ખાતુ ધરાવે છે તેમની સામે પણ તપાસ થઈ રહી છે. આ યાદી અગાઉ ફ્રાન્સે ભારતને આપી હતી.

સુપ્રીમ કોર્ટને સોંપેલા સીટના આ અહેવાલ પ્રમાણે 289 ખાતાઓમાં ઝીરો બેલેન્સ છે. નિવેદન પ્રમાણે 628 લોકોમાંથી 201 અપ્રવાસી છે અથવા તો તેમની ઓળખ થઈ શકી નથી, જ્યારે 427 નામો એવા છે જેમની તપાસ કરી શકાશે.

અહેવાલ પ્રમાણે 46 બનાવોમાં આવકવેરા કલમ 1961અંતર્ગત પગલા લેવાના શરૂ થઈ ગયા છે. જે અંતર્ગત ત્રણ ખાતેદારોને દંડ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય કેસોમાં તપાસ ચાલુ છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ - DRI)એ આયરનની નિકાસમાં રૂપિયા 117 કરોડ ઝડપ્યા છે.

English summary
Black Money : SIT finds RS 14958 crore in India, Rs 4479 crore in Swiss banks and HSBC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X