For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાળાનાણા : કેન્દ્રએ SITના પુનર્ગઠન માટે વધુ સમય માંગ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 મે : કેન્દ્ર સરકારે વિદેશમાં જમા થયેલા કાળાનાણા સાથે સંકળાયેલી તમામ બાબતોની તપાસ માટે વિશેષ તપાસ
ટીમ (એસઆઇટી)ની પુન:રચના માટે વધુ સમય આપવાની માંગણી કરી છે. કેન્દ્ર એ આ માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ એક સપ્તાહનો સમય માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂર્વ ન્યાયાધીશ એમ બી શાહની અધ્યક્ષતામાં એસઆઇટીની પુન:રચના કરવા માટે પરિપત્ર બહાર પાડવાનો આદેશ આપ્યો હતો. આ સંબંધમાં એક અરજી સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી એક મેથી ત્રણ સપ્તાહની સમય મર્યાદા પૂરી થવાના એક દિવસ પહેલા કરવામાં આવી છે.

superme-court

કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકાર બદલાતા આદેસ પર અમલ કરવા માટે વધારે સમયની જરૂર છે. કેન્દ્રની અરજી પર શુક્રવારે સુનવણી થઇ શકે છે. આ પહેલા સુપ્રીમ કોર્ટની અવકાશ પીઠે ન્યાયમૂર્તિ શાહની અધ્યક્ષતામાં એસઆઇટી ફરીથી ગઠિત કરવાના તેના નિર્ણયની સમીક્ષા કરવાના યુપીએ સરકારની અરજી પર તરત સુનવણી કરવા અંગે 16 મેના રોજ ઇનકાર કર્યો હતો. તેના છ દિવસ બાદ કેન્દ્રએ સમયસીમા વધારવાની અરજી કરી છે.

ન્યાયમૂર્તિ શાહ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પોતાના સેવાનિવૃત્ત ન્યાયાધીશ અરિજીત પસાયતને વિશેષ તપાસ દળ એસઆઇટીના ઉપાધ્યક્ષ નિયુક્ત કર્યા છે જે દેશ અને વિદેશમાં કાળા ધન સાથે સંકળાયેલા તમામ કેસમાં તપાસનું માર્ગદર્શન અને સલાહ આપશે.

English summary
Blackmoney : Center moves to Supreme court, seek more time to reconstitute SIT.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X