
તેલંગણા મુદ્દે આધ્રમાં અંધકાર, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન નહીં
હૈદરાબાદ, 9 ઓક્ટોબરઃ અલગ તેલંગણા મુદ્દે આંધ્ર પ્રદેશમાં તણાવ વધી રહ્યો છે. પ્રદર્શન અને હિંસાનો દોર યથાવત છે. આંધ્ર પ્રદેશમાં વિજળી વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઇ ગઇ છે. રાજ્ય વિદ્યુત વિભાગના કર્મચારીઓ હડતાળ પર જતા રહ્યાં છે, જેના કારણે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ વિજળી આવી નથી. જેના કારણે ટ્રેન રદ કરવી પડી છે. એટલું જ નહીં વિજયનગરમ સહિતના અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.
સરકાર દબાણ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારના તેલંગણા રાજ્ય ગઠિત કરવાના નિર્ણયના વિરોધમાં આંધ્ર પ્રદેશમાં વિરોધ પ્રદર્શનને ત્રીજો દિવસ થઇ ગયો છે. રાજ્યની વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ થઇ ગઇ હોવા છતાં કેન્દ્ર સરકાર મંગળવારે આંધ્ર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની વાતનો ઇન્કાર કરી રહ્યાં છે. કેન્દ્રિય ગૃહ મંત્રી સુશિલ કુમાર શિંદેએ નવી દિલ્હીમાં પત્રકારોને કહ્યું કે, આંધ્ર પ્રદેશમા હજુ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કોઇ યોજના નથી. તેલગૂ દેશમ પાર્ટીના અધ્યક્ષ એન ચંદ્રબાબૂ નાયડૂએ જ્યાં દિલ્હીમાં આંધ્ર વિભાજનના વિરોધમાં પોતાનું અનશન મંગળવારે પણ ચાલું રાખ્યું, ત્યાં વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ વાઇ એસ જગમોહન રેડ્ડી પણ હૈદરાબાદમાં સતત ચોથા દિવસે ભૂખ હડતાળ પર બેસેલા છે.
બીજી તરફ આંધ્ર પ્રદેશને વિભાજીત કરી પૃથક તેલંગણા રાજ્ય ગઠિત કરવાના પ્રસ્તાવવાળી યુપીએ સરકારની નેતૃત્વકર્તા પાર્ટી કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે ચંદ્રબાબૂ નાયડૂ અને જગન દ્વારા તેલંગણા ગઠિત કરવાનું સમર્થન કરતો પત્ર જે કોંગ્રેસને મોકલવામાં આવ્યો હતો તે મીડિયા સમક્ષ રજુ કરી દીધો છે. રાજ્ય સરકારના માર્ગ પરિવહન નિગમ દ્વારા સંચાલિત બસો પણ અંદાજે બે મહિનાથી રસ્તા પર ઉતરી શકી નથી. આંધ્ર વિભાજનના પ્રસ્તાવ વિરુદ્ધ સીમાંધ્રમાં વિરોધ પ્રદર્શન જારી છે. રાજ્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકારના કાર્યાલયોમાં અને રાષ્ટ્રિયકૃત બેંકો બહાર ધરણા પ્રદર્શન કર્યા. પ્રદર્શનકારીઓએ કેન્દ્રિય અને રાજ્ય મંત્રીઓ, સાંસદ અને વિધાનસભા સભ્યો સુધી પહોંચી માર્ગોને રોકવાનો પ્રયાસ કર્યો અને રાજ્યને અવિભાજિત રાખવાની માંગ કરતા તેમના રાજીનામાની માંગ કરી છે. ત્યારે અંધકારના કારણે આંધ્રની હાલત કેવી થઇ ગઇ છે, તેની તસવીરો અહીં રજુ કરવામાં આવી છે.

વિશાખાપટ્નમની સ્થિતિ
તમે વિશાખાપટ્નમ શહેરને જોઇ શકો છો, કેવી રીતે આખું શહેર અંધારામાં ગરકાવ થઇ ગયું છે.

વાહનોનો પ્રકાશ
શહેરમાં જે અજવાળું જોવા મળી રહ્યું છે તે માત્ર વાહનોની હેડલાઇટ અને મીણબત્તીઓના કારણે છે.

કેવી રીતે ભણતા હશે બાળકો
શહેરમાં અંધકાર જોઇને તમે એ વાતનો અંદાજો લગાવી શકો છો કે બાળકો આવી સ્થિતિમાં કેવી રીતે ભણતા હશે.

પ્લેટફોર્મની હાલત
આંધ્રના મોટાભગાના સ્ટેશનો પર પ્લેટફોર્મની હાલત કંઇક આવી જ છે.

લોકો ફસાયા
રેલવે સ્ટેશનો પર લોકો ફસાયા છે, કારણ કે ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.

ટ્રેનો ખાલી
ટ્રેનો રદ થવાના કારણે ટ્રેનો જ્યાં હતી ત્યાં જ ઉભી રહી ગઇ અને લોકો તેમાંથી ઉતરી ગયા.

એસી અને સ્લીપર કોચ
એસી હોય કે સ્લીપર કોચ બધાની હાલત એક સરખી જોવા મળી રહી છે.

ખાલી ડબ્બા
ટ્રેનો ખાલી થતાં સ્ટેશનમાં ભીડ જોવા મળી રહી છે.

પ્લેટફોર્મની હાલત ગંભીર
રેલવે સ્ટેશનોના પ્લેટફોર્મની હાલત ગંભીર છે. ત્યાં યોગ્ય રીતે સાફ સફાઇ થઇ રહી નથી.

પ્લેટફોર્મ પર બાળકોની હાલત
મોટાભાગના પરિવાર એવા છે કે, જે બાળકો સાથે મુસાફરી કરી રહ્યાં છે, જેમની હાલત કફોળી છે.

તમામ રેલવે ટ્રેક ખાલી
તટીય ક્ષેત્રોમાં લગભગ તમામ સ્ટેશનો પર રેલવે ટ્રેક ખાલી છે.

ડીઝલ એન્જીનનો સહારો
કેટલીક ટ્રેનો એવી છે કે જે ચાલી રહી છે, તેમાં ડીઝલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્લેટફોર્મ પર પ્રતીક્ષા
જે ટ્રેનો ચાલી રહી છે, તેની પ્રતીક્ષા કરી રહેલા મુસાફરો.

ખીચોખીચ ભરેલી ટ્રેન
આંધ્રમાં જે ટ્રેનો ચાલી રહી છે, તેની હાલત એવી છે કે, ડબ્બા ખીચોખીચ ભરેલા છે.

ટ્રેનમાં બેસવા માટે જગ્યા નથી
આંધ્રની તમામ ટ્રેનોમાં જનરલથી લઇને એસી ડબ્બા સુધી આવી હાલત છે.

યાત્રીઓની સ્થિતિ કફોળી
જે યાત્રી ટ્રેનમાં છે અને ટ્રેન આગળ જઇ રહી નથી, તેવા મુસાફરોની હાલત કફોળી થઇ ગઇ છે.

હોસ્પિટલમાં બેહાલ દર્દીઓ
તટીય આંધ્રામાં મોટાભાગની હોસ્પિટલમાં વિજળી ગુલ થઇ જવાના કારણે દર્દીઓ બેહાલ થઇ ગયા છે.

મીણબત્તીના પ્રકાશમાં થઇ રહી છે સારવાર
આંધ્રની હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર મીણબત્તીના પ્રકાશે થઇ રહી છે.

દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગ્યા
મોટાભાગની હોસ્પિટલમાંથી દર્દીઓ જતા રહ્યાં છે.

દર્દીની કફોળી હાલત
હોસ્પિટલમાં યોગ્ય રીતે સારવાર નહીં મળી શકવાના કારણે દર્દીઓની હાલત કફોળી થઇ ગઇ છે.

કેંડલ માર્ચ
તેલંગણાને અલગ કરવાના વિરોધમાં કેંડલ માર્ચ

નથી જોઇતું અલગ તેલંગણા
સ્થાનિક લોકો નથી ઇચ્છતા કે તેલંગણાને અલગ રાજ્ય બનાવવામાં આવે.