સપા સરકાર હુલ્લડો પર કાબૂ મેળવી શકતી નથી: ભાજપ

મનોજ મિશ્રએ જણાવ્યું હતું કે ભદરસા નજીકના ગામોમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નિકળવી તે વહિવટી તંત્રની સાથે સાથે સરકારની નિષ્ફળતા દર્શાવે છે. આઝાદી બાદ પ્રથમ વખત પ્રદેશ ગામમાં હુલ્લડો થયા છે જે સપા સરકારની કાનૂની વ્યવસ્થાની દેન છે. 20 ઑક્ટોબરની રાત્રે ફૈઝાબાદના મુસ્લિમ વિસ્તારોમાં ખુલ્લેઆમ નારેબાઝી થતી રહી હતી અને પોલીસ તંત્રએ મૌન સેવી રહી હતી. ફૈઝાબાદમાં એકતરફ હિંદુઓ પર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે તથા તેને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
