For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વતંત્રતા દિવસે મણિપુરમાં બ્લાસ્ટ, ઉજવણી બની ફિક્કી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઇંફાલ, 15 ઓગષ્ટ: મણિપુરમાં ગુરૂવારે થયેલા એક બોમ્બ વિસ્ફોટે સ્વતંત્રતા દિવસની ઉજવણીને ફિક્કી કરી દિધી છે. મુખ્યમંત્રી ઓકરમ ઇબોબી સિંહે રાજ્યના લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.

વિસ્ફોટમાં કોઇને ઇજા પહોંચ્યાના સમાચાર નથી. કડક સુરક્ષા વચ્ચે ઇબોબી સિંહે અહીં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને અર્ધસૈનિક તથા પોલીસ દળોની પરેડની સલામી લીધી. ઇંફાલના પોલીસ પ્રમુખ કોનસમ જયંત સિંહે જણાવ્યું હતું કે અલગાવાદિયોએ પ્રથમ મણિપુર રાઇફલ્સ પરેડ ગ્રાઉન્ડની નજીક મોઇરાંગકોમ પેટ્રોલ પંપ પર આ વિસ્ફોટ કર્યો હતો.

manipur-blast

મુખ્યમંત્રીએ રાજ્યમાં શાંતિ બનાવી રાખવાની અપીલ કરતાં અલગાવવાદીઓને હથિયાર ત્યાગીને શાંતિ પ્રક્રિયામાં સામેલ થવાની અપીલ કરી છે. મણિપુરમાં મેતેઇ સમુદાય માટે એક સ્વતંત્ર રાજ્યની માંગણીને લઇને આંદોલન કરી રહેલા સાત પ્રમુખ અલગાવાદી સંગઠનોની એક સમન્વય સમિતિએ સ્વંત્રતા દિવસનો બહિષ્કાર કરવાનું આહવાન કર્યું હતું.

English summary
Suspected militants triggered a blast close to the residence of Manipur chief minister Okram Ibobi Singh in Imphal on Wednesday evening, police said. There was no injury due to the explosion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X