For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1993 to 2013: ભારતમાં થયેલા આતંકવાદી હુમલાઓ

|
Google Oneindia Gujarati News

21 ફેબ્રુઆરી સાંજે સાત વાગ્યે હૈદરાબાદના ભરચક વિસ્તાર દિલસુખપુરમાં એક પછી એક ત્રણ શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા. જેમાં 16 લોકોના મોત નિપજ્યાં છે અને 83થી વધુ લોકોને ઇજા પહોંચી છે. આ પહેલીવાર નથી કે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય., 1993થી લઇને ગઇ કાલે થયેલા હુમલા સુધીમાં અનેક વખત આતંકવાદીઓ ભારતના વિવિધ વિસ્તારોમાં વિસ્ફોટ અને હુમલા કરીને ભારતને હચમચાવી નાંખ્યું છે. આવા જ કેટલાક આતંકવાદી હુમલાઓ અંગે અહીં માહિતી આપવામાં આવી છે.

bomb-blast-in-hyderabad
1993

1993 મુંબઇઃ 12 માર્ચ 1993માં મુંબઇમાં 13 શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. જેમાં 257 લોકોના મોત નિપજ્યા હતા.

2002
હૈદરાબાદમાં વિસ્ફોટઃ દિલસુખ નગરના ભરચક વિસ્તારમાં સ્કૂટર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

મુંબઇમાં વિસ્ફોટઃ 6 ડિસેમ્બર 2002ના રોજ ઘાટકોપરમાં બસમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો, જેમાં બે લોકોના મોત નિપજ્યાં છે.

2003
મુંબઇમાં વિસ્ફોટ

27 જાન્યુઆરી 2003માં વિલેપાર્લેમાં સાયકલ પર વિસ્ફોટ કરવામાં આવ્યો, જેમાં એકનું મોત થયુ હતું.
14 માર્ચ 2003માં મુલુંડમાં ટ્રેનમાં વિસ્ફોટ કરવામાં આવ્યો, જેમાં 10 લોકોના મોત થયા હતા.
28 જુલાઇ 2003માં ઘાટકોપરમાં બસમા બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં ચાર લોકોના મોત નિપજ્યાં હતા.
25 ઓગસ્ટ 2003માં ગેટવે ઓફ ઇન્ડિયા અને ઝવેરી બજારમાં કારમાં વિસ્ફોટ કરવામાં આવ્યા હતા જેમાં 50 લોકોના મોત નિપજ્યાં હતા.

2004

પાટનચેરુમાં વિસ્ફોટ

28 ઓક્ટોબર 2004: પાટનચેરુમાં પાણીની મુખ્ય પાઇપલાઇનમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જોકે કોઇ જાનહાનિ થઇ નહોતી.

2005

નવી દિલ્હીઃ ઓક્ટોબર 2005માં દિલ્હીના વ્યસ્ત વિસ્તારોમાં ત્રણ બોમ્બ વિસ્ફોટ થયા હતા. જેમાં 62 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

2006

માર્ચ 2006: વારાણસીમાં મંદિર અને રેલવે સ્ટેશન પાસે બે વિસ્ફોટ થયા હતા. જેમાં 20 લોકોના મોત થયા હતા.
જુલાઇ 2006: મુંબઇ ટ્રેન્સમાં સાત વિસ્ફોટ થયા હતા. જેમાં 200 લોકોના મોત થયા હતા અને 700થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.
સપ્ટેમ્બર 2006: માલેગાઉમાં મસ્જિદમાં બે વિસ્ફોટ થયા હતા, જેમાં 30ના મોત અને 100 લોકોને ઇજા પહોંચી હતી.

2007
ફેબ્રુઆરી 2007: ભારતથી પાકિસ્તાન જીતી ટ્રેનમાં બે વિસ્ફોટ થયા હતા જેમાં 66 મુસાફરોના મોત થયા હતા. જેમાં સૌથી વધારે લોકો પાકિસ્તાની હતા.
મે 2007: હૈદરાબાદમાં મસ્જિદમાં વિસ્ફોટ થયા હતા જેમાં 11 લોકોના મોત થયા હતા.
ઓગસ્ટ 2007: હૈદરાબાદમાં આંતકી હુમલો થયો, જેમાં 30ના મોત અને 60 લોકોને ઇજા પહોંચી હતી.
ઓક્ટોબર 2007: રમઝાન દરમિયાન રાજસ્થાનમાં અજમેર શરિફ ખાતે વિસ્ફોટ થયા, જેમાં બે લોકોના મોત થયા હતા.

2008
જાન્યઆરી 2008: રામપુરમાં સીઆરપીએફ કેમ્પમાં આતંકી હુમલો થયો જેમાં આઠ લોકોના મોત થયા.
મે 2008: જયપુરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયો હતો, જેમા 68 લોકોના મોત થયા હતા.
જુલાઇ 2008: બેંગ્લોરમાં લો ઇન્ટેન્સીટીનો વિસ્ફોટ થયો હતો, જેમાં એકનું મોત થયું હતું.
જુલાઇ 2008: અમદાવાદમાં વિસ્ફોટ થયો હતો જેમાં 57 લોકોના મોત થયા હતા. અમદાવાદમાં 2 કલાકમાં 20 વિસ્ફોટ થયા હતા.
સપ્ટેમ્બર 2008: દિલ્હીમાં છ વિસ્ફોટ થયા હતા જેમાં 26 લોકોના મોત થયા હતા. આ જ મહિનામાં બીજી વખત દિલ્હીને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું અને તેમાં ત્રણ લોકોના મોત થયા હતા.
સપ્ટેમ્બર 2008: મોડસામાં વિસ્ફોટ થયો હતો, જેમાં એકનુ મોત થયું હતું.
સપ્ટેમ્બર 2008: માલેગાંવમાં વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ લોકોના મોત થયા હતા.
ઓક્ટોબર 2008: ઇમ્પાલમાં વિસ્ફોટ થયો હતો. મણીપુર પોલિસ કમાન્ડો કોમ્પલેક્ષમાં થયેલા આ વિસ્ફોટમાં 17 લોકોના મોત થયો છે.
ઓક્ટોબર 2008: આસામમાં 18 વિસ્ફોટ થયા હતા, જેમાં 77 લોકોના મોત અને 100થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.
નવેમ્બર 2008: મુંબઇમાં અજમલ કસાબના સાથીદારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 166 લોકોના મોત થયા હતા.

2010
ફેબ્રુઆરી 2010: પુણેમાં જર્મન બેકરી પાસે વિસ્ફોટ થયો હતો જેમાં 17 લોકોના મોત અને 60 લોકોને ઇજા પહોંચી હતી.

ડિસેમ્બર 2010: વારાણસીમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં એક બાળકીનું મોત થયું હતું જ્યારે 25 લોકોને ઇજા પહોંચી હતી.

2011

જુલાઇ 2011: મુંબઇમાં ત્રણ વિસ્ફોટ થયા હતા, જેમાં 26 લોકોના મોત અને 130થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.
સપ્ટેમ્બર 2011: દિલ્હી હાઇકોર્ટ પાસે વિસ્ફોટ થયો હતો, જેમાં એકનુ મોત થયું હતું.

2012

ઓગસ્ટ 2012: પુણેમાં વિસ્ફોટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

2013

ફેબ્રુઆરી 2013: હૈદરાબાદમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા, જેમાં 16 લોકોના મોત થયા છે અને 80થી વધુ લોકને ઇજા પહોંચી છે.

English summary
list of blasts in India during 1993 to 2013
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X