શત્રુઘ્ન સિન્હાના ઘર પર ચાલ્યુ બીએમસીનું બુલડોઝર!

Written By:
Subscribe to Oneindia News

મુંબઇ મહાનગર પાલિકા દ્વારા કમલા મીલની ઘટના બાદ શહેરમાં થયેલા ગેરકાયદેસર બાંધકામોને હટાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. તેની કામગીરીમાં ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા પણ આવી ગયા હતા. શત્રુઘ્ન સિન્હાના મુંબઇના જુહૂ સ્થિત 8 માળના બંગલામાં છતની ઉપર ગેરકાયદેસર એક ઓફિસ, ટોયલેટ અને મંદિર બનાવવામાં આવ્યું હતું. તેને બીએમસી દ્વારા બુલડોઝરથી ખસેડવામાં આવ્યું હતું. આ કામગીરી વખતે શત્રુધ્ન સિન્હા ઘરે હાજર હતા અને એમણે બીએમસીના કામમાં પુરો સહયોગ પણ આપ્યો હતો.

Shatrughan sinha

ઉલ્લેખનીય છે કે, શત્રુઘ્ન સિન્હા મુંબઇના જુહૂ વિસ્તારમાં તેમના 8 માળના બંગલા રામાયણમાં પોતાના સમગ્રે પરિવાર સાથે રહે છે. બીએમસી દ્વારા તેમને અનેક વખત ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી હતી. પરંતુ તેમણે કોઇ પગલા ન લેતા અંતે નગરપાલિકા દ્વારા તેમના વધારાના બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. બીએમસીએ ઓફિસ અને ટોયલેટને તોડી પાડ્યુ હતું અને પુજા ઘરને બીજા રૂમમાં શિફ્ટ કરવાનુ કહ્યુ હતું. આ સમગ્ર કામગીરી દરમિયાન ભાજપ સાંસદ શત્રુધ્ન સિન્હા ઘરે જ હાજર હતા અને તેમણે પાલિકાની કામગીરીમાં પુરો સહયોગ પણ આપ્યો હતો. પરંતુ નિયમો અનુસાર ગેરકાયદેસર બાંધકામના કારણે તેમની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઇ શકે છે.

Mumbai
English summary
BMC demolished illegal structures eight storey residential building owned by BJP MP Shatrughan Sinha in Mumbai.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.