શું થાય જ્યારે આકાશમાં પડે લાશના ટૂકડા

Posted By:
Subscribe to Oneindia News

દુબઇ, 6 જાન્યુઆરીઃ આકાશમાંથી વરસાદ થતા તો તમે જોયો હશે, કાચબો અને માછલી પડી હોવાના સમાચાર પણ સાંભળ્યા છે, પરંતુ શું તમે ક્યારેય જોયુ કે સાંભળ્યું છે કે, આકાશમાંથી લાશના ટૂકડા પડ્યા હોય. જીહાં, આ સમાચાર સાઉદી અરબના છે, જ્યાં આ સનસનીખેજ સમાચાર આવ્યા છે.

aeroplane
જેદ્દાહમાં લાલ સમુદ્ર પાસે કેટલાક લોકોએ અચાનક આકાશમાંથી શબના તૂકડા પડતા જોયા. જે સ્થળે આ ઘટના થઇ, ત્યાં અબ્દુલાજીજ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકથી થોડેક દૂર પર સ્થિત છે. લાશના ટૂકડા પડ્યા હોવાની જાણ જેવી પોલીસને થઇ કે તુરત જ તપાસ શરૂ કરી દીધી અને લાશના ટૂકડા એકઠા કરી સીલ કરી દેવામાં આવ્યા.

પોલીસ અધિકારી નવાફ બિન નાસિર અબૂકે કહ્યું કે પોલીસને 2.30 વાગ્યે ફોન આવ્યો , ત્યારબાદ અમે તુરત ફોર્સ મોકલી. તપાસમાં પોલીસને માનવીની લાશના કેટલાક ટૂકડા મળ્યા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, લાશના ટૂકડા આકાશમાંથી પડ્યા છે. તેમણે કહ્યું કે, બની શકે છે કે, લાશના ટૂકડા કોઇ વિમાનના કેરેંજમાં ફસાયેલી વ્યક્તિના હોય, કારણ કે જે રીતે લાશના નાના નાના ટૂકડા વિસ્તારના અલગ-અલગ ભાગોમાં પડ્યાં છે, તેનાથી એવુ લાગે છે કે, કોઇ વ્યક્તિ આસમાનમાં ઉડતા વિમાનમાં નીચેની તરફ ફસાઇ ગયો હશે અને પૈડા અથવા પંખામાં કપાઇને તેનું મોત નીપજ્યું હશે. આ ઘટના બાદ પોલીસે નજીકમાં આવેલા એરપોર્ટ પર ઉતરતા અને ઉડાન ભરતા વિમાનોની તપાસ કરવાની સૂચના આપી દીધી છે.

English summary
Human body parts that fell from the sky in Saudi Arabia could be the remains of someone trapped in an aircraft’s undercarriage bay, police have revealed.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.