ગેંગરેપ પીડિતા માટે ન્યાય માંગવા રસ્તા પર ઉતર્યું બોલિવૂડ

Posted By:
Subscribe to Oneindia News

હાલમાં દેશમાં કઠુઆ અને ઉન્નાવ રેપ કેસ મામલે લોકોમાં ગુસ્સો છે. સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો પણ આજે સરકાર પાસે ન્યાય માંગી રહ્યા છે. બોલિવૂડ સેલિબ્રિટી પણ આવા નીચ અપરાધ સામે લડવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. ફિલ્મી કલાકારો પણ આ લડાઈમાં સામાન્ય લોકો સાથે છે. તેઓ પણ પીડિતા માટે ન્યાયની અપીલ કરી રહ્યા છે. રવિવારે બોલિવૂડ કલાકારો મુંબઈ બાંદ્રા રસ્તા પર સામાન્ય લોકો સાથે પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.

બોલિવૂડ પણ ગુસ્સામાં

બોલિવૂડ પણ ગુસ્સામાં

બોલિવૂડ અભિનેત્રી ટવિન્કલ ખન્ના, એક્ટર રાજકુમાર રાવ, અભિનેત્રી પત્રલેખા, અભિનેત્રી કલ્કી, વિશાલ દાદ્લાની અને અદિતિ રાવ હૈદરી જેવા મોટા કલાકારો પણ હાથમાં બેનર લઈને ન્યાય માંગતા જોવા મળ્યા હતા.

કઠુઆ રેપ કેસ

કઠુઆ રેપ કેસ

આપણે જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ગેંગરેપ કર્યા પછી તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ આજે સીજેએમ કોર્ટમાં સુનાવણી થયી. કોર્ટ આ મામલે હવે આગળની સુનાવણી 28 એપ્રિલે કરશે.

8 આરોપીઓ વિરુદ્ધ સુનાવણી

8 આરોપીઓ વિરુદ્ધ સુનાવણી

આ સુનાવણી 8 આરોપીઓ વિરુદ્ધ થઇ રહી છે. જેમના પર 8 વર્ષની બાળકીને એક અઠવાડિયા સુધી મંદિરમાં બંધક બનાવીને તેના પર ગેંગરેપ કર્યા પછી તેની હત્યા કરવાનો આરોપ છે. આ આઠ આરોપીઓમાં એક આરોપી નાની ઉમરનો નાબાલિક છે.

ઉન્નાવ રેપ કેસ

ઉન્નાવ રેપ કેસ

ઉત્તરપ્રદેશ ઉન્નાવમાં બીજેપી વિધાયક કુલદીપ સિંહ સેંગર પર જૂન 2017 દરમિયાન યુવતી સાથે બળાત્કાર કરવાનો આરોપ છે. આ મામલામાં ગયા વર્ષે પોલીસે પીડિત યુવતીની એફઆઈઆર લખી ના હતી. ત્યારપછી યુવતીના પરિવારે કોર્ટનો સહારો લીધો. પીડિત યુવતીનો આરોપ છે કે વિધાયક તેમના પર કેસ પાછો લેવા માટે દબાણ કરી રહ્યા છે.

કુલદીપ સિંહ સેંગર પર આરોપ

કુલદીપ સિંહ સેંગર પર આરોપ

પીડિત યુવતીએ જણાવ્યું કે ન્યાય માટે તેઓ દરેક અધિકારી પાસે ગયા પરંતુ કોઈએ પણ તેમની વાત સાંભળી નહીં. તેને જણાવ્યું કે વિધાયક અને સાથી પોલીસ તેના પર ફરિયાદ નહીં કરવા માટે દબાણ કરતા રહ્યા. વિધાયકના ભાઈએ તેના પિતા સાથે 3 એપ્રિલે મારપીટ કરી. ત્યારપછી પોલીસ કસ્ટડીમાં યુવતીના પિતાની મૌત થઇ ગયી. હાલમાં કોર્ટ ઓર્ડર પર પોલીસે કુલદીપ સિંહ સેંગરની ધરપકડ કરી છે.

English summary
Bollywood celebrities hit streets to seek justice for rape victims in kathua and unnao.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.