For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તુર્કીના ઈસ્તાંબુલમાં બોમ્બ વિસ્ફોટ, 4નાં મોત અને 40થી વધુ લોકો ઘાયલ!

દુનિયાભરમાં આતંકની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે તુર્કીના ઈસ્તાંબુલ શહેરમાં બોમ્બ વિસ્ફોટ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. મળતી વિગતો અનુસાર, ઈસ્તાંબુલના તકસીમ સ્ક્વેરમાં આ બોમ્બ બ્લાસ્ટ થયો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં આતંકની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે તુર્કીના ઈસ્તાંબુલ શહેરમાં બોમ્બ વિસ્ફોટ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. મળતી વિગતો અનુસાર, ઈસ્તાંબુલના તકસીમ સ્ક્વેરમાં આ બોમ્બ બ્લાસ્ટ થયો છે.

Blast

અહેવાલો અનુસાર, લોકોખી ભરેલા આ શોપિંગ એરિયામાં થયેલા બ્લાસ્ટમાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત 40થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. હાલ પોલીસ બચાવ કામગીરીમાં લાગેલી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ બ્લાસ્ટ ઓછી તીવ્રતાનો હતો. બ્લાસ્ટ અંદાજીત સાંજે 4.15 વાગ્યે થયો હતો. હાલ પોલીસે આજુબાજુના વિસ્તારોને ખાલી કરાવી દીધા છે અને વિસ્તારને કોર્ડન કર્યો છે.

બ્લાસ્ટા સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. વીડિયોમાં લોકો લોહીલુહાણ હાલતમાં જોવા મળી રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે આ પહેલા પણ તુર્કીમાં આવી ઘણી દુર્ઘટના થઈ ચૂકી છે. 2017 અને 2015માં ઇસ્લામિક સ્ટેટ અને કેટલાક કુર્દિશ જૂથોએ અહીં બોમ્બ ધડાકા કર્યા હતા.

English summary
Bomb blast in Istanbul, Turkey, 4 dead and more than 40 people injured!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X