West Bengal: બોમ્બને બોલ સમજીને રમવા લાગ્યા બાળકો, થયો બ્લાસ્ટ, પછી....
પશ્ચિમ બંગાળમાંથી એક દુઃખદ અને હૃદય હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના ભાટપરામાં દેશી બનાવટનો બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં એક બાળકનું મોત થયું હતું. એક મહિલા સહિત અન્ય ત્રણ ઘાયલ થયા હતા. મળતી માહિત
પશ્ચિમ બંગાળમાંથી એક દુઃખદ અને હૃદય હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના ભાટપરામાં દેશી બનાવટનો બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં એક બાળકનું મોત થયું હતું. એક મહિલા સહિત અન્ય ત્રણ ઘાયલ થયા હતા. મળતી માહિતિ મુજબ બાળકો દેશી બોમ્બને બોલ સમજી કેચ કેચ રમતા હતા. આ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેની પકડમાં રમતા બાળકો આવી ગયા હતા. આ અકસ્માતમાં એક બાળકનું મોત થયું છે, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ઘટના પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના ભાટપારા નગરપાલિકા હેઠળના વોર્ડ નંબર દસના પ્રેમચંદ નગરમાં બની હતી. કેટલાક બાળકો રેલવે ફાટક નંબર 28 પાસે રમી રહ્યા હતા. ત્યાં રેલ્વે લાઇન પાસે બોલ જેવી વસ્તુ પડેલી જોવા મળી. તેને ઉપાડીને બાળકો રમવા લાગ્યા. આ દરમિયાન વિસ્ફોટ થયો હતો. જેમાં એક બાળકે જીવ ગુમાવ્યો હતો, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મૃતક છોકરાનું નામ નિખિલ પાસવાન (7 વર્ષ) છે. ઘટનાની જાણ થતાં જીઆરપી અને ભાટપરા પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. રેલવે લાઇનની બાજુમાં બોમ્બ મળ્યા બાદ તપાસ એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે. એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું બોમ્બને રેલવેને નિશાન બનાવવા માટે રાખવામાં આવ્યો હતો.
માહિતી મળતાની સાથે જ ભાટપરાના બીજેપી ધારાસભ્ય પવન સિંહ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સાથે જીઆરપી આઈસી બાસુદેવ મલિક પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘાયલ બાળકોમાંથી એકને કોલકાતા લાવવામાં આવ્યો છે. હાલ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો આ વિસ્તારમાં સર્ચ કરી રહી છે. આ જ સર્ચ દરમિયાન અન્ય એક દેશી બનાવટનો બોમ્બ મળી આવ્યો હતો. આ ટુકડી વધુ બોમ્બ શોધી રહી છે.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર






Click it and Unblock the Notifications
