For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે સમીર વાનખેડે સામે નિવેદનબાજી નહિ કરી શકે નવાબ મલિક, બૉમ્બે હાઈકોર્ટે નિવેદનબાજી પર લગાવી રોક

મલિકે સમીર વાનખેડે સામે મોરચો ખોલ્યો છે અને રોજ નવા ખુલાસા કરી રહ્યા છે પરંતુ હવે તેમને બૉમ્બે હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ હાઈ પ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્ઝ પાર્ટી કેસમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ બાદ ચર્ચામાં આવેલા મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની કાર્યશેલી પર મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે સતત સવાલ ઉઠાવી રહ્યા છે. મલિકે સમીર વાનખેડે સામે મોરચો ખોલ્યો છે અને રોજ નવા ખુલાસા કરી રહ્યા છે પરંતુ હવે તેમને બૉમ્બે હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે વાનખેડેના પરિવાર સામે નિવેદનબાજી કરવા પર રોક લગાવી દીધી છે.

nawabmalik

વાસ્તવમાં, સમીર વાનખેડેના પિતાની અરજી પર બૉમ્બે હાઈકોર્ટે નવાબ મલિક અને તેમના ફેમિલીને નિર્દેશ આપીને કહ્યુ છે કે તે હવે વાનખેડે ફેમિલી સામે કંઈ પણ જાહેર કરી શકશે નહિ, સાથે જ કોઈ પણ પ્રકારની નિવેદનબાજી પર પણ રોક લગાવી દીધી છે. માહિતી અનુસાર સમીર વાનખેડેના પિતાએ કોર્ટમાં અરજી દાખલ કરીને અપીલ કરી હતી કે કેબિનેટ મંત્રી તરફથી જાહેર નકામી નિવેદનબાજી પર રોક લગાવવામાં આવે.

ત્યારબાદ કોર્ટે નવાબ મલિકને ઝટકો આપીને નિવેદનબાજી કરવા પર રોક લગાવી દીધી છે. કોર્ટમાં નવાબ મલિકના વકીલે કહ્યુ કે 9 ડિસેમ્બર સુધી નવાબ મલિક હવે વાનખેડે અને તેમના પરિવાર સામે કોઈ પોસ્ટ શેર નહિ કરી શકે. આ તરફ એનસીપી નેતા નવાબ મલિકે ગુરુવારે સમીર વાનખેડેની માના મૃત્યુ પ્રમાણપત્રને શેર કરીને આરોપ લગાવ્યો કે એનસીબી અધિકારીએ નકલી દસ્તાવેજ તૈયાર કર્યા છે. મલિકે આરોપ લગાવ્યો કે જાહિદા દાઉદ વાનખેડેના બે મૃત્યુ પ્રમાણપત્ર છે, બંને અલગ-અલગ ધર્મના છે. બંને મૃત્યુ પ્રમાણપત્ર શેર કરીને મલિકે એક ટ્વિટમાં કહ્યુ છે કે, 'વધુ એક છેતરપિંડી, અંતિમ સંસ્કાર માટે મુસ્લિમ અને સરકારી દસ્તાવેજન માટે હિંદુ?'

English summary
Bombay High Court bans Nawab Malik's rhetoric against Sameer Wankhede's family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X