કંગનાને મુંબઇ પોલીસ સમક્ષ હાજર થવા બોમ્બે હાઇકોર્ટનો આદેશ, રાજદ્રોહની ધારાઓમાં FIR
બોમ્બે હાઈકોર્ટે અભિનેત્રી કંગના રનોત અને તેની બહેન રંગોલી ચંદેલને મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કંગના અને રંગોલીને 8 જાન્યુઆરીએ મુંબઇ પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું છે.
બોમ્બે હાઈકોર્ટે અભિનેત્રી કંગના રનોત અને તેની બહેન રંગોલી ચંદેલને મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કંગના અને રંગોલીને 8 જાન્યુઆરીએ મુંબઇ પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું છે. આ સાથે પોલીસને અભિનેત્રી વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા જણાવ્યુ છે.

બોમ્બે હાઈકોર્ટે કંગનાની અરજીની સુનાવણી કર્યા પછી આ આદેશ આપ્યો છે. કંગરાના આદેશ બાદ મુંબઈ બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા કંગના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આમાં, કંગના પર સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા બંને સમુદાયો વચ્ચે વિભાજન ઉભુ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકાયો હતો જેમાં રાજદ્રોહના કેટલીક ધારાઓ શામેલ હતી.
કંગનાએ એફઆઈઆર રદ કરવા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ સાંભળીને કોર્ટે તેમને 8 જાન્યુઆરીએ પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. તે જ સમયે, કોર્ટે કંગના અને તેની બહેન રંગોલીની ધરપકડ પર રોક લગાવી છે. આ કેસની આગામી સુનાવણી 11 જાન્યુઆરીએ થશે.
આ પહેલા મુંબઇ પોલીસે 26 અને 27 ઓક્ટોબરના રોજ કંગનાને પૂછપરછ માટે બોલાવ્યો હતો પરંતુ કંગના હાજર રહી નહોતી. બાદમાં પોલીસે 9 અને 10 નવેમ્બરના રોજ ફરીથી પૂછપરછ માટે બોલાવી હતી. ત્યારબાદ કંગનાએ તેના વકીલને કહ્યું કે તે તેના ભાઈના લગ્ન માટે હિમાચલ સ્થિત ઘરે આવી છે. આ પછી, મુંબઈ પોલીસે 23 અને 24 નવેમ્બરના રોજ પૂછપરછ માટે નોટિસ મોકલી હતી પરંતુ કંગના હાજર રહી નહોતી.
આ પણ વાંચો: RT-PCR ટેસ્ટની ફી દેશભરમાં 400 રૂપિયા કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
