For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેપ પીડિતા અને આરોપીએ કર્યા લગ્ન, ત્યારબાદ કોર્ટે સંભળાવ્યો આ ચુકાદો

બોમ્બે હાઈકોર્ટે બળાત્કારના એક કેસમાં પીડિતાની અપીલ પર એફઆઈઆર રદ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

બોમ્બે હાઈકોર્ટે બળાત્કારના એક કેસમાં પીડિતાની અપીલ પર એફઆઈઆર રદ કરી દીધી છે. વાસ્તવમાં, પીડિતાનું કહેવુ છે કે તેણે અને રેપના આરોપી વ્યક્તિએ લગ્ન કરી લીધા છે. પીડિતાએ કોર્ટને અપીલ કરીને કહ્યુ કે તે બંને ખુશી ખુશી એકસાથે રહી રહ્યા છે. તેણે કોર્ટને આ કેસમાં નોંધાયેલ એફઆઈઆર રદ કરવાની અપીલ કરી હતી.

sc

પીડિતા મુજબ ઘરવાળાઓના સમજાવ્યા બાદ બંનેએ પરસ્પર સમજૂતીથી લગ્ન પણ કરી લીધા છે. જસ્ટીસ રંજીત મોરે અને જસ્ટીસ ભારતી ડાંગરેની ખંડપીઠે ગયા મહિને આપેલ એક આદેશમાં મહિલા દ્વારા નોંધવામાં આવેલ એફઆઈઆર રદ કરી દીધી. આ કેસમાં પીડિતાએ મુંબઈના પોલિસ સ્ટેશનમાં આરોપી સામે આઈપીસીની કલમ 376 અને કલમ 420 હેઠળ બળાત્કાર અને છેતરપિંડીના આરોપ લગાવ્યા હતા.

મીડિયા રિપોર્ટસ મુજબ ગયા મહિને દંપત્તિએ કોર્ટમાં જઈ કહ્યુ હતુ કે બળાત્કારની કથિત ઘટના સમયે તે પરસ્પર સંમતિથી સંબંધમાં હતા અને મહિલાએ વ્યક્તિ સામે ત્યારે કેસ કર્યો જ્યારે તેણે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે કોર્ટમાં જણાવ્યુ કે પરિવારના સભ્યો અને નજીકના લોકોએ સમજાવ્યા અને પરસ્પર સંમતિથી આ વિવાદને ઉકેલી દીધો.

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં બંનેએ લગ્ન કર્યા હતા. પીડિતાએ બોમ્બે હાઈકોર્ટને જણાવ્યુ કે તે અને આરોપી ખુશી ખુશી એકસાથે રહી રહ્યા છે. કોર્ટે પીડિતાની બધી દલીલો સાંભળી અને ત્યારબાદ કહ્યુ કે આ પરિસ્થિતિમાં આરોપી સામે કેસ ચાલુ રાખવાનો કોઈ અર્થ રહેતો નથી અને કોર્ટે બળાત્કાર અને છેતરપિંડીના કેસમાં નોંધાયેલ એફઆઈઆર રદ કરી દીધી.

આ પણ વાંચોઃ યુપીના સોનભદ્રમાં પીએમ મોદીઃ દેશના દરેક ગરીબની જે જાતિ, એ જ મારી પણ જાતિઆ પણ વાંચોઃ યુપીના સોનભદ્રમાં પીએમ મોદીઃ દેશના દરેક ગરીબની જે જાતિ, એ જ મારી પણ જાતિ

English summary
bombay high court quashes physical attack fir after victim and accused get married
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X