તેલંગાણા મુદ્દે શિંદે અને ચિદંબરમ વિરૂદ્ધ દાખલ થશે 420 નો કેસ !

રંગારેડ્ડી કોર્ટમાં તેલંગાણાના સમર્થકોએ અરજી આપી હતી કે પી ચિદંબરમે ગૃહમંત્રી હતા ત્યારે તેલંગાણાને અલગ રાજ્ય તરીકે રચવાનો વાયદો કર્યો હતો પરંતુ તેમને આ વાયદો પૂરો કર્યો નથી. તાજેતરમાં જ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ પણ 28 જાન્યુઆરીની ડેડલાઇન આપતાં આવો જ વાયદો કર્યો હતો પરંતુ હવે સુશિલ કુમાર શિંદે વધુ સમય માંગી રહ્યાં છે. આ પ્રજા સાથે વિશ્વાસઘાત છે માટે તે બંને નેતા વિરૂદ્ધ કેસ ચાલવો જોઇએ.
અરજી પર સુનાવણી બાદ રંગારેડ્ડી મેટ્રોપોલિટન કોર્ટે બંને નેતાઓ પર તેલંગાણાને અલગ રાજ્ય તરીકે નિમવાના વાયદાને પૂરા ન કરવાના આરોપ પર પ્રથમ નજરે યોગ્ય ગણાવ્યો છે અને સુશીલ કુમાર શિંદે અને પી ચિદંબરમ વિરૂદ્ધ એલપી નગર પોલીસને કલમ 420 હેઠળ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.












Click it and Unblock the Notifications
