• search

સટ્ટાબજારનો સંકેત : મોદી બનશે PM, BJPને 240 બેઠકો

ગાંધીનગર, 27 એપ્રિલ : ભારતમાં ટેલિવિઝન ન્યુઝ ચેનલ કરતા પણ વધારે સચોટ તારણો સટ્ટા બજાર આપતા હોય છે. સટ્ટાબજારના બુકીઓ હવે સ્પષ્ટ રીતે જણાવી રહ્યા છે કે આ વખતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બનશે.

ગુજરાતમાં 30 એપ્રિલે થનારા મતદાન અગાઉ ભાજપને કુલ 235-240 બેઠક મળશે તેવી સંભાવના જોઈ સટ્ટો બુક થઈ રહ્યો છે. આ સ્થિતિમાં એનડીએની સરકાર અને મોદી નવા વડાપ્રધાન બનશે તેવી હવા સટ્ટાબજારમાં ઊભી થઈ ચૂકી છે. લોકસભા ચૂંટણી દરમ્યાન કરોડો રૂપિયાની ઊથલપાથલ કરતા સટ્ટાબાજોની 'જાસુસી જાળ' ભાજપ-કોંગ્રેસમાં પણ પથરાયેલી છે. જેના કારણે વધારે સચોટ પરિણામો સટ્ટા બજારને મળતા રહે છે.

સટ્ટાબજારમાં પોતાના પૈસાનું ધોવાણ અટકાવવા ચૂંટણીના ભાવ જાહેર કરતાં પહેલાં ખાસ્સી જહેમત લેવાતી હોય છે. સટ્ટાબાજો પબ્લિક ટ્રેન્ડ, એનાલિસીસ અને પાર્ટી પોલિટિકસના સર્વે કરે અને કરાવે તે પછી ભાવ જાહેર કરતા હોય છે.

ગુજરાતમાં 1000 કરોડનો સટ્ટો બુક થયો

ગુજરાતમાં 1000 કરોડનો સટ્ટો બુક થયો

ગુજરાતમાં મતદાનને હવે વધુ સમય બાકી નથી. મતદાન અગાઉ જ ગુજરાતમાંથી 1000 કરોડનો સટ્ટો બૂક થઈ ચૂકયો હોવાનું સટ્ટાબજાર ચર્ચે છે. મહત્તમ સટ્ટો કેન્દ્રમાં 'મોદી સરકાર' એટલે કે એનડીએ સરકાર આવશે કે કેમ તેના ઉપર લાગ્યો છે. મતદાનના છ રાઉન્ડ પછી સટ્ટાબજાર માને છે કે, કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે અને ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના નવા વડાપ્રધાન હશે.

ભાજપ - એનડીએ પહેલાથી ફેવરિટ

ભાજપ - એનડીએ પહેલાથી ફેવરિટ

સટ્ટાબજારના સૂત્રોની વાત માનીએ તો ચૂંટણી જાહેર થઈ તેના બે મહિના અગાઉથી જ સટ્ટાબજારમાં વલણ જાણવાની કવાયત શરૂ થઈ ગઈ હતી. ચૂંટણી જાહેર થતાં સટ્ટાબજારમાં ભાવ ખોલવામાં આવ્યા ત્યારથી જ ભાજપ-એનડીએ ફેવરીટ ગણાવાતા હતા. સટ્ટાબજારના મતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી 4-5 બેઠક સુધી જ સીમિત રહેશે.

ભાજપનો ભાવ વધી રહ્યો છે

ભાજપનો ભાવ વધી રહ્યો છે

ચૂંટણી જાહેર થઈ એ સમયે ભાજપને 160-165 બેઠકો મળશે તેવી ધારણા વ્યકત કરાતી હતી. મતદાનના પ્રથમ તબક્કા સમયે ભાજપની 195-200 બેઠકો ગણાતી હતી. પણ હવે મતદાનના છ રાઉન્ડ પૂરા થયા બાદ મતદારોનો મિજાજ જોતાં સટ્ટાબજારના મતે ભાજપની સ્થિતિ મજબૂત બની છે. ભાજપને કુલ 235-240 બેઠક મળશે તેવી સંભાવના જોઈ સટ્ટો બૂક થઈ રહ્યો છે.

ભાજપને કયા રાજ્યો ફળશે?

ભાજપને કયા રાજ્યો ફળશે?

સટ્ટાબજારના મતે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહાર ભાજપને ફળશે. ગુજરાતની 26માંથી 15 બેઠકો ધરાવતા ભાજપને આ ચૂંટણીમાં પાંચથી સાત બેઠકોનો ફાયદો થવાની ધારણા સાથે સટ્ટાબજારમાં ભાવ લેવામાં આવે છે. ગુજરાતમાં ભાજપને 20થી 21, UPમાં 50-52 અને બિહારમાં 21થી 23 બેઠકો મળશે તેવી ધારણા સટ્ટા બજારમાં છે.

કેન્દ્રમાં કોની સરકાર પર મહત્તમ સટ્ટો

કેન્દ્રમાં કોની સરકાર પર મહત્તમ સટ્ટો

આ વખતની ચૂંટણીની માફક જ સટ્ટો પણ અનોખો બની ગયો છે. સટ્ટાબાજ સૂત્રો કહે છે કે સામાન્ય રીતે સ્થાનિક બેઠકો ઉપર મહત્તમ સટ્ટો લાગતો હોય છે. પણ આ વખતે કેન્દ્રમાં કોની સરકાર બનશે ? ભાજપ અને સાથી પક્ષોને કેટલી બેઠક આવશે ? ગુજરાત, યુપી, બિહાર, એમપી, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારતમાં ભાજપને કેટલી બેઠકો મળશે ? તેના ઉપર પણ સટ્ટો બુક થાય છે. મોદી વારાણસીથી જીતશે ? તેના પર પણ સટ્ટો બુક થઇ રહ્યો છે.

સટ્ટાબજાર ચૂંટણી સટ્ટાના ભાવ આ રીતે નક્કી કરે છે

સટ્ટાબજાર ચૂંટણી સટ્ટાના ભાવ આ રીતે નક્કી કરે છે

દરેક રાજયમાં એક મુખ્ય સટ્ટાબાજ તમામ બેઠકદીઠ તેના ભરોસાપાત્ર માણસ કે ટીમને સર્વેની કામગીરી સોંપે છે. બેઠકદીઠ થતી ઊથલપાથલના રિપોર્ટ જે-તે રાજયના મુખ્ય સટ્ટાબાજ સુધી પહોંચે અને ત્યાંથી મુંબઈ (ચૂંટણી સટ્ટાનું મુખ્ય કેન્દ્ર) સુધી પહોંચે છે. ચૂંટણી સટ્ટો દુબઈ (દાઉદ ગેંગ)થી ઓપરેટ થતો હોવાનું કહેવાય છે.

સટ્ટાનું પાકુ ગણિત આ રીતે મંડાય છે

સટ્ટાનું પાકુ ગણિત આ રીતે મંડાય છે

પોતાના પૈસા ડૂબે નહીં તે માટે સટ્ટાબાજો 'કાચું ગણિત' માંડતા નથી. સટોડીયા પાસે વિતેલી ત્રણથી પાંચ ચૂંટણીઓનો ટ્રેન્ડ હોય છે. દરેક બેઠકનું જ્ઞાતિવાદી ગણિત અને મતદારોના મિજાજની તાજી જાણકારી સટોડીયા રાખે છે.

એનાલિસીસ પર બાજ નજર

એનાલિસીસ પર બાજ નજર

રાજકીય પંડિતો અને મીડિયાના એનાલિસીસ ઉપર સટ્ટાબાજો 'કલોઝ વોચ' રાખે છે. રાજકીય પક્ષોમાં થતી આંતરિક હિલચાલની જાણકારી પણ સટ્ટાબાજો મેળવે છે. કોઈ બેઠક માટે ઉમેદવાર નિશ્ચિત થાય તે પહેલાંનું પાર્ટી પોલિટિકસ અને ઉમેદવાર જાહેર થયા પછી કાર્યકરોનો ટેકો છે કે અસંતોષ તેની નાનામાં નાની વિગતો સટ્ટાબાજો મેળવે છે. રાજકીય પક્ષમાં સક્રિય પોતાના માણસો થકી પાર્ટીની સ્ટ્રેટેજી પણ સટ્ટાબાજો જાણે છે.

ખેલીઓનો ખેલ

ખેલીઓનો ખેલ

સટ્ટાબાજો ભાવ નક્કી કરવામાં પન્ટરો દ્વારા કરાતાં બુકિંગને પણ આધાર ગણતા હોય છે. પન્ટરો તરફથી સતત એક જ પાર્ટી તરફી બુકિંગ થતું હોય તો આ પક્ષની સીટોમાં ધીમી ગતિએ ઉછાળો લાવવામાં આવે છે. ચૂંટણી અગાઉ હવા ઊભી કરવા માટે રાજકીય પક્ષો એક તરફી હવા કરાવે છે અથવા તો ખેલીઓને એ દિશામાં રમવા માટે મજબૂર બને છે.

રાજકારણીઓના પૈસા સટ્ટામાં

રાજકારણીઓના પૈસા સટ્ટામાં

અત્યાર સુધીમાં એવું નથી બન્યું કે સટ્ટાબજારમાં આરંભે જે પાર્ટીને મજબૂત ગણવામાં આવી હોય તે થોડા જ સમયમાં પાછળ રહી જાય અને બીજી પાર્ટી અગ્રેસર બની જાય. ઉમેદવારો જાહેર ન થાય તે પહેલાં સટ્ટાબાજો પણ રાજકીય પક્ષના 'લાભ'માં હવા ઊભી કરવામાં સીધી કે આડકતરી મદદ કરતા હોય છે. કારણ કે રાજકીય પક્ષો સાથે સંકળાયેલા લોકોમાંથી જ મોટો સટ્ટો રમાતો હોય છે.

પાનના ગલ્લાની ચર્ચા પર નજર

પાનના ગલ્લાની ચર્ચા પર નજર

સટ્ટાબાજો જરૂર પડયે કીટલી અને પાનના ગલ્લા ઉપર પણ સર્વે કરતાં હોય છે. અમુક બેઠકો એવી હોય છે કે જેમાં કસોકસની ટક્કર હોય છે. આવા કિસ્સામાં આવા જાહેર સ્થળોએ વાતવાતમાં પ્રજાનો મિજાજ જાણવા માટે સટ્ટેબાજો સક્રિય બને છે. આમ છતાં, બુકીઓ કોણ જીતશે તે બાબત નિશ્ચિત ન કરી શકે એવી બેઠકના ભાવ ખોલવાનું ટાળતાં હોય છે.

English summary
Bookies give confirmation that Narendra Modi Will be next PM of India and BJP will get 240 seats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more