BSFએ પાક. સામે વેર વાળ્યું, 10 પાક. રેન્જર્સ ઠાર
બીએસએફ જવાનોએ પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ બુધવારે થયું હતું યુદ્ધ વિરામનું ઉલ્લંઘન ગોળીબારમાં બીએસએફ જવાનના જન્મદિને જ થયું હતું તેમનું મૃત્યુ થયું હતું
ગુરૂવારે ભારતીય જવાનોએ પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો હતો. સાંબા સેક્ટરમાં બીએસએફ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બીએસએફ એ 10 પાકિસ્તાની રેન્જર્સને ઠાર માર્યા હતા અને એલઓસી પાર 3 પાકિસ્તાની ચોકી ઉડાવી દીધી હતી. બુધવારે જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ગોળીબાર થયો હતો, જેમાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો. પાકિસ્તાનની સીમા પર સતત ગોળીબાર થઇ રહ્યો હતો, જેનો જડબાતોડ જવાબ ભારતીય જવાનોએ આપ્યો હતો. બીએસએફના પ્રવક્તાએ આ અંગે મીડિયાને જાણકારી આપતાં કહ્યું હતું કે, બીએસએફ જવાનોએ બુધવારે 3 પાકિસ્તાની મોર્ટારની પોઝિશન્સ અંગે જાણકારી મેળવી હતી. ગુરૂવારે તેને નિશાન બનાવી નષ્ટ કરવામાં આવ્યા હતા.

ગુરૂવારે જમ્મુ-કાશ્મીરના આરએસપુરા સેક્ટરમાં પણ બીએસએફ દ્વારા એક ઘુસણખોરને ઠાર મારવામાં આવ્યા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, ગુરૂવારે ભારતીય જવાનોએ સવારે લગભગ 5.45 વાગે અરનિયા સેક્ટરમાં નિકોવાલ સીમા ચોકી નજીક એલઓસી પર 2-3 સંદિગ્ધ લોકોને જોયા હતા, જે પછી બીએસએફ જવાનોએ ગોળીબાર શરૂ કર્યો હતો. આ ગોળીબારમાં એક ઘુસણખોર ઠાર થયો હતો અને બાકીના ભાગી નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સાંબા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ગોળીબારમાં બીએસએફ જવાન આરપી હજરા શહીદ થયા હતા. આરપી સાંબા સેક્ટરમાં બીએસએફમાં હેડ કોન્સ્ટેબલ પદ પર હાજર હતા અને બુધવારે તેમનો જન્મદિવસ પણ હતો. આરપી તેમની પાછળ 18 વર્ષનો પુત્ર, 21 વર્ષની પુત્રી અને પત્નીને છોડીને ગયા છે.













Click it and Unblock the Notifications
