For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજબ-ગજબઃ ભારતીય માતા-પિતાએ બાળકનું નામ રાખ્યું ‘NDRF’

By Super
|
Google Oneindia Gujarati News

આરા, સપ્ટેમ્બરઃ તમે અત્યારસુધી બાળકના જન્મ પહેલાથી તેના નામને લઇને માતા-પિતાને જ્યોતિષી અથવા ઘરના મોટેરાઓની સલાહ લેતા જોયા અથવા સંભળ્યા હશે, પરંતુ બિહારમાં આવેલા પૂરથી પ્રભાવિત વિસ્તારમાં રાષ્ટ્રીય આફત કાર્યવાહી દળ(એનડીઆરએફ)ની મદદથી નાવડીમાં જન્મેલા બાળકનું નામ દંપત્તિએ એનડીઆરએફ રાખવામાં આવ્યું હતું.

ભોજપુરના બહરા પ્રખંડના કોશીહન ગામના રહેવાસી દંપત્તિ માયા દેવી અને ઇન્દ્રજીત કહે છે કે બુધવારે આરા હોસ્પિટલ ચિકિત્સકોએ તપાસ કરીને એનડીઆરએફની નાવડીમાં પોતાના ગામ પરત ફરી રહ્યાં હતા, તે સમયે રસ્તામાં પ્રસવ પીડા થઇ. ત્યારબાદ એનડીઆરએફના કર્મચારીઓ અને કેટલીક મહિલાઓની મદદથી નાવડીમાં જ બાળકનો જન્મ થયો હતો. ત્યારબાદ માતા-પિતાએ બાળકનું નામ એનડીઆરએફ રાખી દીધું હતું.

આ અંગે એનડીઆરએફ દળના રાકેશ સિંહ કહે છે કે, ભગવાનના આભારછે કે પ્રસવ કોઇપણ મુશ્કેલી વગર થઇ ગયું. તેમણે બાળકનું નામ એનડીઆએફ રાખવા બદલ દંપત્તિનો આભાર માન્યો અને કહ્યું કે, અમે એ સમયે દંપત્તિની મદદ કરી શક્યા, જ્યારે તેમને મદદની ખરેખર જરૂર હતી. તેનાથી તેમને પણ અમારા કાર્યની સંતૃષ્ટી મળી છે.

બાળકનું નામ એનડીઆરએફ

બાળકનું નામ એનડીઆરએફ

બાળકનું નામ એનડીઆએફ રાખવા અંગે દંપત્તિએ કહ્યું કે, એનડીઆરએફ જો ના હોત તો કદાચ બાળકનું બચવું મુશ્કેલ હતું. બીજી તરફ બાળકનું નામ એનડીઆરએફ રાખવામાં આવતા એનડીઆરએફ દળ પણ ખુશ છે.

કોસી કુમારી

કોસી કુમારી

નોંધનીય છે કે 2008માં કોસી નદીમાં આવેલા પ્રલંયકારી પૂર દરમિયાન રાહત શિબરમાં જન્મેલી બાળકીનું નામ કોસી કુમારી રાખવામાં આવ્યું હતું.

 પ્રલય કુમાર

પ્રલય કુમાર

નોંધનીય છે કે 2008માં કોસી નદીમાં આવેલા પ્રલંયકારી પૂર દરમિયાન રાહત શિબરમાં જન્મેલા બાળકનું નામ પ્રલય કુમાર રાખવામાં આવ્યું હતું.

સુનામી

સુનામી

દેશમાં આવેલી સુનામી સમયે પણ પોર્ટ બ્લેયરમાં જન્મેલી એક બાળકીનું નામ સુનામી રાખવામાં આવ્યું હતું.

English summary
Soon after a tsunami devastated their home near the coastal settlement of Hut Bay on the Little Andaman island in December 2004, Lakshmi Narain Roy's wife Namita gave birth to a baby boy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X