For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ હુબલી રેલવે સ્ટેશન પર લાવારિસ પડેલા સામાનમાં વિસ્ફોટ, એક વ્યક્તિ ઘાયલ

કર્ણાટકના હુબલી રેલવે સ્ટેશન પર ધમાકો થવાથી ત્યાંથી ત્યાં હડકંપ મચી ગયો. આ વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ છે જ્યારે હજુ સુધી કોઈના માર્યા જવાની ખબર નથી.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના હુબલી રેલવે સ્ટેશન પર ધમાકો થવાથી ત્યાંથી ત્યાં હડકંપ મચી ગયો. આ વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ છે જ્યારે હજુ સુધી કોઈના માર્યા જવાની ખબર નથી. સ્થળ પર પહોંચેલી પોલિસ ટીમે કેસની તપાસ શરૂ કરી દીધી છે અને રેલવે સ્ટેશન પર સર્ચ ઑપરેશન ચાલુ છે.

karnatak blast

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હુબલી રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ લાવારિસ પડેલા સામાનને ઉઠાવવાની કોશિશ કરી ત્યારે તેમાં ધમાકો થઈ ગયો. ધમાકા બાદ સ્ટેશન પર અફડાતફડી મચી ગઈ. પોલિસે મોટી મુશ્કેલીથી સ્થિતિ પર કાબુ મેળવ્યો. દૂર્ઘટના દક્ષિણ-પશ્ચિમ રેલવે ઝોનના મુખ્યાલય પાસે થઈ છે. ધમાકામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે અને આસપાસની બારીઓના કાચ તૂટી ગયા છે.

પોલિસે માહિતી આપી કે વિસ્ફોટ વધુ મોટો નહોતો જેના કારણે વધુ લોકો આની ચપેટમાં આવવાથી બચી ગયા. દૂર્ઘટના બાદ પોલિસે રેલવે સ્ટેશનને ખાલી કરાવી દીધુ છે અને સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ છે. પોલિસ દરેક એંગલથી વિસ્ફોટની તપાસ કરી રહી છે. પોલિસ પ્લેટફોર્મ પર ઉભેલી રેલગાડીઓની પણ તપાસ કરી રહી છે. વિસ્ફોટમાં કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની હજુ સુધી માહિતી મળી નથી. પોલિસની તપાસ ટીમ દૂર્ઘટનાનુ કારણ જાણવાની કોશિશ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે શનિવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પણ એક ટ્રકમા ધમાકો થવાથી ખુફિયા એજન્સીઓ એલર્ટ પર છે. વિધાનસભા ચૂંટણી અને દિવાળીને જોતા દેશમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. કોલ્હાપુરમાં થયેલા બ્લાસ્ટમાં ટ્રક ડ્રાઈવરનુ મોત થઈ ગયુ હતુ જ્યારે તેનો સાથી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ જૂની જગ્યાએ જ બનશે રવિદાસ મંદિર, કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર સુપ્રીમ કોર્ટની મહોરઆ પણ વાંચોઃ જૂની જગ્યાએ જ બનશે રવિદાસ મંદિર, કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર સુપ્રીમ કોર્ટની મહોર

English summary
box exploded at Karnataka Hubli Railway Station One person injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X