ક્રિકેટમાં કેચ ના કરી શકનાર બાળકને મળી મોતની સજા!

catch
લખીમપૂર(યુ.પી), 10 ડિસેમ્બર: ભારતમાં સૌથી લોકપ્રિય બનેલી ક્રિકેટની રમતે એક 15 વર્ષના બાળનો જીવ લીધો છે. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના લખીમપૂરના મોહમ્મદી વિસ્તારમાં ક્રિકેટ રમતી વખતે કેચ નહી કરી શકતા એક બાળકને તેના મિત્રોએ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પોલીસે જણાવ્યું હતું કે ગઇકાલે રવિવારે અત્રે ત્રણ મિત્રો ક્રિકેટ રમી રહ્યા હતા, દરમિયાનમાં સીમરન નામનો 15 વર્ષીય બાળક કેચ કરી શક્યો ન હતો. જેનાથી તેના મિત્રો ઉશ્કેરાઇ ગયા હતા. નારાજ થયેલા મિત્રોએ તેને એલફેલ બોલવા લાગ્યા હતા, જોકે સિમરને આનો વિરોધ નોંધાવતા તેમણે તેને ધૂમ માર માર્યો હતો. જેના કારણે સિમરન બેભાન થઇ ગયો હતો.

ઘટનાની જાણ થતા સીમરનના પરિવારે તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે માથાના ભાગે તેને ગંભીર ઇજા થવાના કારણે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. મોહોમ્મદી પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર ડીપી સિંઘે જણાવ્યું કે 304ની આપીસી કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ખરેખર મેદાનમાં શું બન્યું હતું તેની તપાસ હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X