શ્રીનગરઃ ગોળીબારમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત

એસકેઆઇએમએસ હોસ્પિટલમાં ચિકિત્સા અધિક્ષક એયાજ મુસ્તફાએ કહ્યું કે બારામૂલા જિલ્લામાં વોટરગામ ગામમાં સુરક્ષા દળોના કથિત ગોળીબારમાં ઇજાગ્રસ્ત ઉબૈદ મુશ્તાકનું સવારે ત્રણ વાગ્યે મોત નિપજ્યું છે. તેમણે કહ્યું કે ઇજાગ્રસ્ત એક અન્ય યુવક સજાદ અહમદ વેન્ટિલેટર પર છે. તેને માથામાં ગોળી વાગી છે.
મધ્ય કાશ્મિરના ગંદરબલ જિલ્લામાં કાલે એક યુવકનું એ સમયે ડુબવાથી મોત નિપજ્યું જ્યારે કથિત રીતે સુરક્ષાબળોએ અફઝલની ફાંસીના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકોને ખદેડ્યા હતા, પરંતુ પોલીસ પ્રવક્તાએ આ આરોપથી ઇન્કાર કર્યો અને કહ્યું કે યુવકનું મોત નદીમાં એક નાવડી ડુબી જવાના કારણે થયું.
અફઝલની ફાંસીના વિરોધમાં ઘાટીમાં થઇ રહેલા વિરોધ પ્રદર્સનોમાં અત્યાર સુધી 23 પોલીસ કર્મીઓ સહિત 50 લોકો ઘાયલ થઇ ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
