For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BoysLockerRoom મામલે જબરું ટ્વિસ્ટ, છોકરીએ બનાવી ફેક પ્રફાઈલ, પોતાના જ રેપનો ઉલ્લેખ કર્યો

BoysLockerRoom મામલે જબરું ટ્વિસ્ટ, છોકરીએ બનાવી ફેક પ્રફાઈલ, પોતાના જ રેપનો ઉલ્લેખ કર્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બૉયઝ લૉકર રૂમ મામલે એક મોટું ટ્વિસ્ટ સામે આવ્યું છે. સાઈબર સેલને તપાસ દરમિયાન માલૂમ પડ્યું જેનાથી સૌકોઈ દંગ રહી ગયા છે. આ મામલે પોલીસનું કહેવું છે કે એક છોકરીએ સિદ્ધાર્થ નામની ફેક પ્રોફાઈલ બનાવી સ્નેપચેટ પર છોકરાઓ વચ્ચે એન્ટ્રી કરી હતી. તેણે છોકરાઓના કેરેક્ટર વિશે જાણવા માટે આ બધું કર્યું. આ વાતચીત પણ ઈન્સ્ટાગ્રામ પર નહિ બલકે સ્નેપચેટ પર થઈ હતી. સાઈબર સેલે આ મામલે બે લોકોને પકડી પાડ્યા છે.

છોકરીએ પોતાના ગેંગરેપની પ્લાનિંગ જણાવી

છોકરીએ પોતાના ગેંગરેપની પ્લાનિંગ જણાવી

પોલીસે જણાવ્યું કે છોકરીએ સિદ્ધાર્થ નામના છોકરાને પોતાના ગેંગરેપની પ્લાઈનિંગનો આઈડિયા આપ્યો હતો. જે છોકરાને મેસેજ મોકલવામાં આવ્યા તે પણ સગીર જ છે. તેણે સિદ્ધાર્થ (આરોપી છોકરી) પ્લાનમાં ભાગ લેવાની ના પાડી દીધી અને વાતચીત બંધ કરી દીધી હતી. ચેટ બંધ થયા બાદ એ છોકરાએ આનો સ્ક્રીનશોટ પોતાના દોસ્તોના ગ્રુપમાં મોકલી દીધો, જેમાં તે છોકરી પણ સામેલ હતી. માત્ર છોકરીને જ ખબર હતી કે સિદ્ધાર્થ નામની પ્રોફાઈલ કાલ્પનિક છે જે તેણે ખુદ બનાવી હતી. હવે પોલીસ પતો લગાવવાની કોશિશ કરી રહી છે કે શું છોકરાએ ચેટ બંધ કરી દીધું હતું કે પછી પોતાના બચાવમાં ચેટ ડિલીટ કર્યું હતું.

ઈન્સ્ટાગ્રામ સ્ટોરીજ પર શેર કર્યો હતો સ્ક્રીનશૉટ

ઈન્સ્ટાગ્રામ સ્ટોરીજ પર શેર કર્યો હતો સ્ક્રીનશૉટ

આ મિત્રોમાંથી જ કોઈ એકે સ્ક્રીનશ઼ૉટ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીજ પર પોસ્ટ કરી દીધો જ્યાંથી આ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાં વાયરલ થઈ ગયો. ઉપરાંત જ્યારે લોકોને બૉયજ લૉકર રૂમ વિશે માલૂમ પડ્યું તો તેમાં સ્નેપચેટની આ વાતચીત પણ સામેલ થઈ ગઈ. લોકોને લાગ્યું કે વાતચીત ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવી હતી. હાલ સાઈબર સેલ ત્રણ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ વિશે જાણકારી હાંસલ કરી રહી છે. બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે.

સગીર છોકરી વિશે પોલીસને કેવી રીતે માલૂમ પડ્યું

સગીર છોકરી વિશે પોલીસને કેવી રીતે માલૂમ પડ્યું

સાઈબર સેલ મુજબ જ્યારે બૉયઝ લૉકર રૂમના સભ્યોની એક એક કરી તપાસ થઈ તો માલૂમ પડ્યું કે રેપ વાળો આ વાયરલ ચેટ તો ગ્રુપના સભ્યનો છે જ નહિ, બલકે આ બે બાહરી શખ્સ વચ્ચેનો છે. જેની તપાસ બાદ સગીર છોકરીનું નામ સામે આવ્યું હતું. આ દરમિયાન પોલીસને એ વાતનો પણ પતો લાગ્યો હતો કે સિદ્ધાર્થ નામની પ્રોફાઈલ ફેક છે.

24થી વધુ લોકોની પુછપરછ

24થી વધુ લોકોની પુછપરછ

મામલામાં ડીસીપી અન્યેશ રૉયે કહ્યું કે અત્યાર સુધીમાં બૉયઝ લૉકર રૂમ મામલે જોડાયેલા 24થી વધુલોકોની પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. તમામ ડિવાઈસને જપ્ત કરી ફૉરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે ગ્રુપમાં અશ્લીલ વાતચીતના સ્ક્રીનશૉટ સાર્વજનિક થઈ ચૂક્યા હતા તેના આધારે એક સગીરની ઓળખ કરવામમાં આવી છે. મામલો નોંધી તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આની સાથે જ તેના મોબાઈલ જપ્ત કરી તપાસ માટે મોકલી આપવામમાં આવ્યા છે. ગ્રુપના બાકી સભ્યો વિશે પૂછપરછ પણ કરવામાં આવી. ગત દિવસોમાં દિલ્હીના કેટલાક સ્કૂલી બાળકો બૉયઝ લૉકર રૂમ નામના ગ્રુપ બનાવી અશ્લીલ ચેટ કરી રહ્યા હતા.

શું છે બૉયઝ લૉકર રૂમ

શું છે બૉયઝ લૉકર રૂમ

જણાવી દઈએ કે બૉયઝ લૉકર રૂમ ઈન્સ્ટાગ્રામ પર 17થી 18 વર્ષના છોકરાનું એક ગ્રુપ હતું. જેમાં છોકરીઓના મોર્ફ્ડ ફોટા અપલોડ કરી વાંધાજનક વાતો કરવામાં આવતી હતી. જો કે તેમાં જે રેપ સાથે જોડાયેલ વાતચીત સામે આવી હતી, તે બે લોકો વચ્ચે સ્નેપચેટ પર થઈ હતી.

ગુરુ, શુક્ર અને શનિ ત્રણેય ગ્રહ થઈ રહ્યા છે વક્રી, ઉથલ પાથલ મચશેગુરુ, શુક્ર અને શનિ ત્રણેય ગ્રહ થઈ રહ્યા છે વક્રી, ઉથલ પાથલ મચશે

English summary
boys locker room case twist girl made fake profile on snapchat asked boy to plan her physical assault know details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X