નમો બ્રાન્ડના જલવા : હવે નમો જલેબી સ્ટોલનો આરંભ

પટના, 17 ઓક્ટોબર : દેશભરમાં નમો બ્રાન્ડ લોકપ્રિય બની રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે. તેઓ એક બ્રાન્ડ બની ચૂક્યા છે. દેશમાં વિવિધ સ્થળે રેલીઓ, ભાષણ, સોશ્‍યલ મીડિયાની મદદથી મોદી બ્રાન્ડનો પ્રચાર કર્યા બાદ છેલ્લા કેટલાક સમયથી નરેન્દ્ર મોદીના સમર્થકોએ તેમના પ્રચાર માટે નવા પ્રકારની માર્ગ અપનાવ્યો છે. પટનામાં મોદી બ્રાન્ડના પ્રચાર માટે મોદીના કાર્યકર્તા મોદીના નામની ચા વેંચ્‍યા બાદ હવે જલેબી પણ વેચવાનું શરૂ કર્યું છે.

namo-jalebi-stall

બિહારના પટનામાં કાર્યકર્તા નરેન્‍દ્ર મોદીના બ્રાન્‍ડીંગ માટે નમો ચા વેંચી રહ્યા હતા. હવે ભાજપ કાર્યકર્તા મફતમાં જલેબી વેંચી રહ્યા છે. આ પ્રકારની બ્રાન્‍ડીંગની શરૂઆત નવરાત્રિથી કરવામાં આવી છે. હવે જલ્‍દી નમો કાર્યકર્તા નમો છાવણી લગાવતા પણ નજરે પડશે.

છેલ્લા કેટલાક દિવસથી બિહારના સહરસામાં નમોની જલેબીઓ ખાસ્‍સી ચર્ચામાં રહી છે. ભાજપના કાર્યકર્તા અલગ-અલગ રીતે મોદીના પ્રચારમાં લાગી ગયા છે. પટનામાં નમો ટી સ્‍ટોલ તો કોસીમાં નમો જલેબી બાદ હવે જલ્‍દી મોદી છાવણી ચાલુ કરવા જઇ રહ્યા છે. જેમાં ભાજપના નેતા ગામડે-ગામડે જઇને છાવણીના માધ્‍યમથી લોકો વચ્‍ચે મોદીનો પ્રચાર કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X