26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પરેડમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ બનશે ચીફ ગેસ્ટ
નવી દિલ્હીઃ બ્રાઝિલના પ્રેસિડેન્ટ જૈર બોલસોનારો આ વર્ષે 26મી જાન્યુઆરીએ થનારી ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે. પીએમ મોદી જ્યારે પાછલા વર્ષે બ્રિક્સ સમ્મેલનમાં ભાગ લેવા માટે બ્રાઝિલ ગયા હતા તો તે સમયે જ તેમણે પ્રેસિડેન્ટને સમારોહ માટે આમંત્રિત કર્યા હતા. પરેડ માટે કોઈ રાષ્ટ્રાધ્યક્ષને બોલાવવાની પરંપરા પાછલા કેટલાય વર્ષોથી ચાલતી આવી રહી છે. ભારત તરફથી દર વર્ષે સાથીઓ અને નજીકના દોસ્તોને પરેડમાં ઈનવાઈટ કરવામાં આવે છે.
2004માં પરેડમાં આવ્યા હતા બ્રાઝિલના પ્રેસિડેન્ટ
બ્રાઝિલના પ્રેસિડેન્ટનો આ પહેલો ભારત પ્રવાસ છે. બોલસોનારોની ઑફિસ તરફથી જણાવવામાં આવ્યું કે પ્રેસિડેન્ટ સાથે એક વિશાળ બિઝનેસ પ્રતિનિધિમંડળ પણ ભારત આવશે. બોલસોનારોને વર્ષ 2018માં દેશના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ બ્રાઝિલની સેનામાં કેપ્ટન રહી ચૂક્યા છે. છેલ્લે 2016માં બ્રાઝિલી પ્રેસિડેન્ટ ભારત આવ્યા હતા. તે સમયે તત્કાળિન બ્રાઝિલિયન પ્રેસિડેન્ટ માઈકલ ટેમર ગોવામાં આયોજિત બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. વર્ષ 1996 અને પછી વર્ષ 2004માં બ્રાઝિલના પ્રેસિડેન્ટ ગણતંત્ર દિવસની પરેડ માટે ભારત આવ્યા હતા.
અત્યાર સુધી કોને કોને આમંત્રણ મળ્યું
બોલસોનારોની સાથે સાત મંત્રી, બ્રાઝિલની સંસદમાં બનેલ બ્રાઝિલ-ઈન્ડિયા ફ્રેંડશિપ ગ્રુપના ચેરમેન ઉપરાંત સીનિયર ઑફિશિયલ્સ અને કેટલાય બિઝનેસ લીડર્સ પણ ભારત આવશે. બોલસોનારો ચાર દિવસના ભારત પ્રવાસે આવશે. 25 જાન્યુઆરીએ પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદ, બ્રાઝિલના પ્રેસિડેન્ટના સન્માનમાં એક ડિનરનું આયોજન કરશે. મોદી સરકાર તરફથી અત્યાર સુધી પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા, ફ્રાંસના પૂર્વ પ્રેસિડેન્ટ ફ્રૈંકોઈસ હોલાંદ ઉરાંત આસિયાન દેશોના અધ્યક્ષો અને દક્ષિણ આફ્રિકાના પ્રેસિડેન્ટ સિરિલ રમફોસાને ગણતંત્ર દિવસ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ IPL 2020: એવી ચાર ટીમો જેમની પાસે સુપરઓવર માટે છે બેસ્ટ બેટ્સમેન