For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મારા પિતાના હત્યારાને મારી સામે લાવો, હું ગોળી મારી દઇશ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gun
અમૃતસર, 7 ડિસેમ્બર: અકાળીદળના નેતા રણજીત સિંહની ગોળીનો શિકાર બનેલા એસઆઇ રવિન્દ્ર સિંહની પુત્રીએ કહ્યું હતું કે પોતાના પિતાનો હત્યારો સામે આવશે તો તેને ગોળી મારી દેશે. અકાળી દળની અમૃતસર એકમના મહાસચિવ રણજીત સિંહ રાણા પોતાના સાથીઓ સાથે રવિન્દ્ર સિંહની પુત્રીની છેડતી કરતા હોવાથી તે રણજીત સિંહ રાણાને કહેવા ગયા હતા તે દરમિયાન તેમની હત્યા કરવામાં આવી હતી. રણજીત સિંહ રાણા અને તેમના સાથીઓ છેલ્લાં કેટલાક સમયથી રવિન્દ્ર સિંહની પુત્રીની છેડતી કરતા હતા.

મૃત પોલીસ અધિકારી રવિન્દ્ર સિંહની પુત્રીએ ગુરૂવારે કહ્યું હતું કે તેને મારી સમક્ષ લાવો હું તેને ગોળી મારી દઇશ જેવી તેને મારા પિતાની હત્યા કરી હતી. પંજાબ પોલીસ આ કેસમાં કર્તવ્ય પ્રત્યે બેજવાદારી વર્તવા બદલ પોલીસ મથકના અધિકારીને સસ્પેંડ કર્યા છે.

પોલીસ મહાનિર્દેશક સુમેધ સિંહ સૈનીએ કહ્યું હતું કે બુધવારે આ ઘટના બાદ પોલીસ તાત્કાલીક કાર્યવાહી કરી હતી અને મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી હતી અને ત્રણ લાયસન્સી હથિયારને જપ્ત કરી લીધા હતા. તેમને સ્વિકાર્યું હતું કે છેતરાતા પોલીસ મથકના અધિકારીએ બેજવાબદારીનો પરિચય આપ્યો અને તેમને સસ્પેંડ કરવામાં આવ્યાં છે.

સુમેધ સિંહ સૈનીએ કહ્યું હતું કે રવિન્દ્ર સિંહની પુત્રીએ ઘણીવાર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ કરી હતી પરંતુ પોલીસ મથકના અધિકારીએ કોઇ કાર્યવાહી કરી ન હતી. પોલીસ મથકના અધિકારીને બુધવારે સસ્પેંડ કરવામાં આવ્યાં છે.

પોલીસ અધિકારી રામ સિંહના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી રણજીત સિંહ રાણા અને તેમના સાથીઓની અમૃતસરમાંથી ધરપકડ કરવામાં આવી છે. રણજીત સિંહ રાણા છેલ્લાં કેટલાક સમયથી રવિન્દ્ર સિંહની પુત્રીને પરેશાન કરતો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર હત્યાના બે આરોપી હજુ ફરાર છે. આ ઘટના અમૃતસરની બહાર આવેલા છેહરાતા વિસ્તાર નજીક બની હતી. કેટલાક છોકરાઓ દ્રારા રવિન્દ્ર સિંહની પુત્રીની છેડતી કરવામાં આવતી હોવાથી તેનો વિરોધ કર્યો હતો. બોલાચાલી દરમિયાન કેદૌરન રાણાએ રવિન્દ્ર સિંહ અને તેમની પુત્રી પર ગોળી ચલાવવી જોઇએ. જેમાં રવિન્દ્ર સિંહનું મોત નિપજ્યું હતું જ્યારે તેમની પુત્રી ઇજાગ્રસ્ત થઇ હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર રણજીત સિંહ રાણા અને તેમના સાથીઓ ઘટનાસ્થળે જીપ લઇને આવ્યા હતા અને રવિન્દ્ર સિંહની છાતીમાં ખૂબ જ નજીકથી ગોળી મારી હતી. રવિન્દ્ર સિંહને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા. રણજીત સિંહ રાણાને પાર્ટીમાં કાઢી મૂકવામાં આવ્યાં છે.

English summary
The daughter of a Punjab Police officer, who was shot dead by a ruling Shiromani Akali Dal leader, said she would kill the accused if he is brought in front of her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X